cow 3

રાજ્યની પાંજરાપોળોને સ્વાવલંબી-આત્મનિર્ભર બનાવવા નવી યોજના જાહેર

cow 3

ટયૂબવેલ-સોલાર ઇલેકટ્રીકલ પેનલ-ગ્રીન ફોડર બેલર –ચાફકટર – ઇરીગેશન સીસ્ટમ – રેઇનગન કે સ્પ્રીન્કલર તથા પાણી માટેની પાઇપલાઇન માટે પાંજરાપોળ ને મળશે સહાય

ગાંધીનગર,૧૧ ઓક્ટોબર: રાજ્યની પાંજરાપોળોને પોતાના પશુધન માટે ઘાસચારો પોતાની માલિકીની જમીનમાં ઉત્પાદન કરી સ્વાવલંબી-આત્મનિર્ભર બનાવવા નવી યોજના જાહેર કરતા મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ રાજ્યના પાંજરાપોળ સંચાલકો-મહાજનોએ પાંજરાપોળમાં રખ રખાવમાં રખાયેલા પશુધનને ઘાસચારો મેળવવામાં પડતી મુશ્કેલી અંગે કરેલી રજૂઆત નો સકારાત્મક ત્વરિત પ્રતિસાદ આપતા મુખ્યમંત્રીશ્રી

હવે, રાજ્યની આવી રજીસ્ટર્ડ પાંજરાપોળો પોતાની માલિકીની જમીનને ખેતીલાયક બનાવી પાણી, ખાતર અને બિયારણની ઉપલબ્ધતા દ્વારા પોતાની રીતે ઘાસચારો ઉગાડી તેમની પાંજરાપોળમાં નભતા પશુધનને પૂરો પાડી શકશે

cow 2

પોતાની માલિકીની જમીન ધરાવતી પાંજરાપોળો જ આ યોજનાનો લાભ લઈ શકશે

  • ટ્યૂબવેલ માટે રૂ. ૧૦ લાખ સુધીની સહાય ૧ થી ૧૦ હેકટર જમીન ધરાવતી રજીસ્ટર્ડ પાંજરાપોળ ને મળી શકશે
  • સૌર ઉર્જાના ઉપયોગથી વીજ બિલમાં રાહતના અભિગમ સાથે સોલાર ઈલેક્ટ્રિક પેનલ માટે રૂ. ૮ લાખની મર્યાદામાં સહાય
  • ચાફકટર માટે ૧.૨૫ લાખ સુધીની સહાય

ઉગેલા ઘાસની ગાંસડી બાંધી સ્ટોરેજ માટે ગ્રીન ફોડર બેલર માટે મહતમ રૂપિયા રૂ. ૩.૫૦ લાખ સહાય, ૪ થી ૧૦ હેકટર જમીન ધરાવતી પાંજરાપોળોને અપાશે

  • સ્પ્રિન્કલર ઈરીગેશન સિસ્ટમ માટે વધુમાં વધુ પાંચ લાખ સહાય
  • રેઈન ગન ઈરિગેશન સિસ્ટમ માટે રૂપિયા ૩૫ હજારથી.૧.૦૫લાખ સુધી સહાય
  • આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરીને લાભ મેળવી શકાશે

પારદર્શી ફૂલપ્રૂફ વ્યવસ્થાથી સહાય મળે તેવો મુખ્યમંત્રીશ્રીનો અભિગમ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *