US envoy to india on CAA

US envoy to india on CAA: અમેરિકાએ ભારતમાં CAA સામે જોરદાર વિરોધ નોંધાવ્યો- વાંચો વિગત

US envoy to india on CAA: અગાઉ અમેરિકન વિદેશ વિભાગના પ્રવક્તા મૈથ્યુ મિલરે પણ પ્રતિક્રિયા આપી હતી

નવી દિલ્હી, 16 માર્ચઃ US envoy to india on CAA: ભારતમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA) લાગુ કરવાનું નોટિફિકેશન જાહેર થયા બાદ હવે તે દેશભરમાં લાગુ થઈ ગયો છે. દેશમાં વિપક્ષો CAAનો વિરોધ કરી રહ્યા છે ત્યારે અમેરિકા પણ CAA પર પ્રતિક્રિયા આપી રહ્યું છે. ભારતમાં અમેરિકન રાજદૂતે (American ambassador) પણ શુક્રવારે નિવેદન આપીને પ્રતિક્રિયા આપી હતી. અગાઉ અમેરિકન વિદેશ વિભાગના પ્રવક્તા મૈથ્યુ મિલરે પણ પ્રતિક્રિયા આપી હતી.

આ પણ વાંચોઃ Reached the secretariat with pending demands: ગુજરાતના સરકારી કર્મચારીઓ પડતર માગણીઓ સાથે સચિવાલયમાં પહોંચ્યા, વાંચો વિગત

અમેરિકાએ ભારતમાં નાગરિકતા સંશોધન કાયદા (CAA)  સામે જોરદાર વિરોધ નોંધાવ્યો છે. હવે ભારતમાં અમેરિકન રાજદૂત એરિક ગારસેટીએ પણ શુક્રવારે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ‘તેમનો દેશ તેના સિદ્ધાંતોને છોડી શકતો નથી.’ અમેરિકન રાજદૂતે વધુમાં કહ્યું હતું કે ‘ધાર્મિક સ્વતંત્રતા અને સમાનતાના સિદ્ધાંતો લોકશાહીનો પાયાનો છે.’

આ પણ વાંચોઃ Ajay Pratap Singh Left BJP: ચૂંટણી પહેલા ભાજપને ઝટકો, રાજ્યસભાના સાંસદ અજય પ્રતાપ સિંહે સભ્યપદેથી આપ્યુ રાજીનામુ- વાંચો વિગત

ગારસેટીએ વધુમાં ઉમેર્યું હતું કે, ‘અમારી લોકશાહી સંપૂર્ણ નથી, તેથી અમે તમને તે જ કરવા માટે આમંત્રિત કરીએ છીએ. આ એક તરફી નથી.’ એરિક ગારસેટીની પ્રતિક્રિયા એવા દિવસે આવી છે જ્યારે વિદેશ વિભાગે CAA પર યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે જેઓ ભારતની બહુલવાદી પરંપરાઓને સમજી શકતા નથી તેઓ જ્ઞાન આપવાનો પ્રયાસ ન કરે તો વધુ સારું રહેશે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો