925904 anurag thakur 1

2000 રૂપિયાની નોટને લઈને સંસદ ભવનમાં રાજ્ય નાણા મંત્રી અનુરાગ ઠાકુરે(Anurag thakur) આપી મહત્વની જાણકારી- વાંચો સંપૂર્ણ અહેવાલ

Anurag thakur

નવી દિલ્હી, 16 માર્ચઃ તાજેતરમાં 2000રૂપિયાની નોટને લઈને સરકારે લોકસભામાં મોટી જાણકારી આપતા નાણાં રાજય મંત્રી અનુરાગ ઠાકુરે(Anurag thakur) સંસદમાં જણાવ્યુ કે, ગત 2 વર્ષમાં 2000 રૂપિયાની નોટ નથી છપાઈ. નાણાં રાજય મંત્રીએ એક સવાલના લેખિત જવાબમાં સોમવારે કહ્યુ કે, એપ્રિલ 2019થી 2000 રૂપિયાની કરંસી નોટો છાપવામાં આવી નથી.

20 માર્ચ 2018 સુધી 2000 રૂપિયાના મૂલ્યના 336.2 કરોડ કરંસી નોટ સર્કયૂલેશનમાં હતા. જોકે, સિસ્ટમમાં કૂલ વોલ્યૂમના 3.27 ટકા છે. આંકડા અનુસાર 26 ફેબ્રુઆરી 2021 સૂધી સર્કયૂલેશનમાં 2000 રૂપિયાની મૂલ્યની 249.9 કરોડ કરંસી હતી. જો બેંક નોટસના વોલ્યૂમ અને વેલ્યૂને ક્રમશ: 2.01 ટકા અને 17.78 ટકા રહી ગઈ છે. નાણાં રાજય મંત્રીએ જણાવ્યુ કે, RBIના સલાહ બાદ સરકાર એક ખાસ મૂલ્યવર્ગના બેંકની નોટની છપાઈનો નિર્ણય કરે છે.

ADVT Dental Titanium

અનુરાગ ઠાકુરે કહ્યુ કે, નાણાંકીય વર્ષ 2019-20 અને 2020-21માં 2000 રૂપિયાની મૂલ્યના નોટ છાપવામાં આવી નથી. ભારતીય રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 2019માં કહ્યુ હતુ કે, નાણાંકીય વર્ષ 2016-17માં 2000 રૂપિયાની મૂલ્યના 3542.991 મિલિયન બેંક નોટોની છાપણી કરવામાં આવી હતી. જોકે, 2017-18માં 2000 રૂપિયાની 111.507 મિલિયન નોટસ અને 2018-19માં 46.690 મિલિયન નવી નોટોની છાપણી કરાઈ હતી.

Whatsapp Join Banner Guj

ઉલ્લેખનીય છે કે, એપ્રિલ 2019 પછી 2000 રૂપિયાની નવી ચલણી નોટો છાપવામાં આવી નથી. ઉંચી કિંમત ચલણ સંગ્રહખોરી અને કાળા નાણાં પર લગામ રાખવા માટે આ પગલું લેવામાં આવ્યું હતું. 2,000 રૂપિયાની નોટ પ્રથમ નવેમ્બર 2016 માં છપાઇ હતી. સરકાર ભારે કાર્યવાહી કરીને કાળા નાણા અને નકલી નોટો 500 રૂપિયા અને 1000 રૂપિયાની નોટો ઉપાડી લીધી હતી. જો કે સરકારે 500 રૂપિયાની નવી નોટો છપાવી હતી જ્યારે 1000 રૂપિયાની ચલણી નોટો બંધ કરી દેવામાં આવી હતી. તેના બદલે, 2 હજાર રૂપિયાની નોટ રજૂ કરી. આ સિવાય 100 રૂપિયા, 50 રૂપિયા, 20 રૂપિયા અને 10 રૂપિયાના નવા રૂપિયા આવ્યા.

આ પણ વાંચો…

Wedding: જસપ્રીત બુમરાહ લગ્નના બંધનમાં બંધાયો, જાણો કોણ છે બુમરાહની દુલ્હન? જુઓ ફોટોઝ