Attack on congress MLA anant patel

Attack on congress MLA anant patel: વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો, ટ્વીટ કરી નેતાએ આપી જાણકારી

Attack on congress MLA anant patel: અનંત પટેલના સમર્થકોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને ભીખુ આહિરની દુકાનમાં આગ લગાવી

નવસારી, 09 ઓક્ટોબરઃ Attack on congress MLA anant patel: વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ પર કરવામાં આવેલા હુમલાને કારણે વિવાદ વકર્યો છે. અનંત પટેલની કારને રોકીને કેટલાક અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. આ હુમલો જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુ આહિરના ઈસારે કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ત્યારે અનંત પટેલના સમર્થકોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને ભીખુ આહિરની દુકાનમાં આગ લગાવી હતી. સાથે જ પોલીસ જીપને પણ પલટી તેમાં તોડફોડ કરી હતી.

આ પણ વાંચોઃ Sharad poonam 2022: રવિવાર અને શરદ પૂનમનો યોગ, સંધ્યાકાળે તુલસી પાસે દીવો પ્રગટાવવો અને રાતે ચંદ્રને અર્ઘ્ય આપવું

અનંત પટેલના સમર્થકો રસ્તા પર બેસી ગયા હતા અને જલદીમાં જલદી આરોપીને ઝડપી લેવા માગ કરી હતી. ત્યારે પોલીસે બાંહેધરી આપતા આખરે વહેલી સવારે ત્રણ વાગ્યે અનંત પટેલ અને તેમના સમર્થકોએ પોતાના ધરણા સમેટ્યા હતા. તો બીજી તરફ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને હુમલાને વખોડ્યો છે અને ભાજપ પર પ્રહાર કર્યા હતા.

હાલ આ ઘટનાને કારણે અનંત પટેલના સમર્થક આદિવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિધાનસભા ચૂંટણી નજીક ત્યારે આ ઘટનાએ રાજકીય રંગ લાવી દીધો છે. જેના પડઘા આગામી દિવસોમાં પડી શકે છે.

આ પણ વાંચોઃ Kisan sangh declare protest end: આખરે કિસાન સંઘનું આંદોલન સમેટાયુ, સરકારે માંગણીઓ સ્વીકારી

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.