Sharad purnima dudh pauva importance

Sharad poonam 2022: રવિવાર અને શરદ પૂનમનો યોગ, સંધ્યાકાળે તુલસી પાસે દીવો પ્રગટાવવો અને રાતે ચંદ્રને અર્ઘ્ય આપવું

Sharad poonam 2022: કુંડળીમાં સૂર્ય ગ્રહને લગતા દોષ હોય તો ગોળ અને તાંબાના વાસણનું દાન કરો

ધર્મ ડેસ્ક, 09 ઓક્ટોબરઃ Sharad poonam 2022: શરદ પૂનમ અને રવિવારનો યોગ હોવાથી આ પર્વનું મહત્ત્વ વધી ગયું છે. જ્યોતિષ અનુસાર, આ દિવસે સૂર્યને અર્ઘ્ય આપીને દિવસની શરૂઆત કરવી જોઈએ. તેના માટે તાંબાના લોટામાં જળ ભરવું, ચોખા અને ફૂલ રાખવાં. તે પછી સૂર્યને જળ ચઢાવવું. આ દરમિયાન ૐ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. કુંડળીમાં સૂર્ય ગ્રહને લગતા દોષ હોય તો ગોળ અને તાંબાના વાસણનું દાન કરો.

પૂનમ તિથિએ સૂર્યાસ્ત પછી તુલસી પાસે દીવો પ્રગટાવવો. દીવો પ્રગટાવ્યા પછી પરિક્રમા કરો, પરંતુ ધ્યાન રાખો તુલસીનો સ્પર્શ કરવો નહીં. તુલસીને ચૂંદડી ચઢાવવી. ધ્યાન રાખો રવિવારે તુલસીના પાન તોડવા જોઈએ નહીં. જો પૂજા-પાઠમાં તુલસીના પાનની જરૂરિયાત હોય તો તુલસી પાસે નીચે પડેલાં પાન લઈ શકાય છે અથવા જૂના પાનને ધોઈને ફરીથી પૂજામાં ઉપયોગ કરી શકો છો.

શરદ પૂનમના દિવસે ચંદ્ર દેવને ચાંદીના લોટામાં દૂધ ભરીને અર્ઘ્ય આપવું જોઈએ. સાથે જ જળથી પણ અર્ઘ્ય આપવું જોઈએ. ચંદ્રના મંત્ર ૐ સોં સોમાય નમઃ મંત્રનો જાપ કરો. રાતે ચંદ્રના પ્રકાશમાં થોડીવાર માટે બેસવું. ખીર પકવવી અને ખીરનું સેવન કરો. આવું કરવાથી ધર્મ લાભ સાથે જ સ્વાસ્થ્ય લાભ પણ મળી શકે છે.
આ પણ વાંચોઃ Kisan sangh declare protest end: આખરે કિસાન સંઘનું આંદોલન સમેટાયુ, સરકારે માંગણીઓ સ્વીકારી

આ પણ વાંચોઃ Priyanka supports iranian women: પ્રિયંકા ચોપરાનું ઈરાનની મહિલાઓને હિજાબ વિરોધી આંદોલનને સમર્થન, સો.મીડિયા પર લખી મોટી પોસ્ટ- વાંચો શું કહ્યું PCએ ?

Gujarati banner 01