Bengal Election: એવુ તો શું થયું? કે ચૂંટણી પંચે પ્રચાર અંગે મમતા બેનર્જી પર મૂક્યો પ્રતિબંધ- વાંચો સંપૂર્ણ અહેવાલ

કોલકત્તા, 12 એપ્રિલઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી અધ્યક્ષ મમતા બેનર્જીના ચૂંટણી(Bengal Election) પ્રચાર પર ચૂંટણી પંચે (EC) 24 કલાકનો પ્રતિબંધ લગાવ્યો છે. ચૂંટણી પંચે મમતા બેનર્જીને આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનના દોષી માન્યા છે. મમતા પર આ પ્રતિબંધ કૂચ બિહારમાં આપેલા ભાષણને લઈને પણ લગાવવામાં આવ્યો છે. પોતાના ભાષણમાં મમતા બેનર્જીએ મહિલા મતદાતાઓને અપીલ કરી હતી કે તે ચૂંટણી(Bengal Election) દરમિયાન સુરક્ષાદળોનો ઘેરાવ કરે. મમતાએ કહ્યું હતું કે સુરક્ષાદળોના જવાન એક ખાસ પાર્ટીને વોટિંગ દરમિયાન મદદ પહોંચાડી રહ્યાં છે, તેથી લોકો તેનો વિરોધ કરે. 

Whatsapp Join Banner Guj

નોંધનીય છે કે, મમતા બેનર્જીના જવાબથી અસંતુષ્ટ ચૂંટણી(Bengal Election) પંચે તેમના પ્રચાર કરવા પર આજે રાત્રે 8 કલાકથી મંગળવારે રાત્રે 8 કલાક સુધીનો પ્રતિબંધ લગાવ્યો છે. મમતા બેનર્જીએ જવાબમાં કહ્યું હતું કે તે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (સીએપીએફ) નું ખુબ સન્માન કરે છે પરંતુ દળો પર મતદાતાને ડરાવવા અને એક ખાસ પાર્ટીના પક્ષમાં મતદાન માટે મતદાતાઓને પ્રભાવિત કરવાનો ગંભીર આરોપ છે. 

આ પણ વાંચો…..

સારા સમાચારઃ ભારતમાં રશિયાની વેક્સિન sputnik-v ને આ કારણે મળી મંજૂરી- વાંચો સંપૂર્ણ માહિતી

ADVT Dental Titanium