modi cabinet meeting2 1024x683 1

Cabinet meeting: દિલીપ કુમારના નિધન બાદ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક સ્થગિત કરવામાં આવી, નેતાઓએ અભિનેતાને આપી શ્રદ્ધાંજલિ

Cabinet meeting: ફિલ્મ અભિનેતા દિલીપ કુમારના નિધનના સમાચાર મળતા 11 વાગ્યે યોજાનારી આ બેઠકને સ્થગિત કરી દેવામાં આવી છે

નવી દિલ્હી. 07 જુલાઇઃ Cabinet meeting: કેન્દ્રીય મંત્રીમંડળની બુધવારે યોજાનારી બેઠક સ્થગિત કરી દેવામાં આવી છે. આ સાથે જ આર્થિક બાબતોના મંત્રીમંડળની સમિતિની બેઠક પણ સ્થગિત કરી દેવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ફિલ્મ અભિનેતા દિલીપ કુમારના નિધનના સમાચાર મળતા 11 વાગ્યે યોજાનારી આ બેઠકને સ્થગિત કરી દેવામાં આવી છે

હિંદી સિનેમાના દિગ્ગજ કલાકાર દિલીપ કુમારનું અવસાન થયું છે. દિલીપ કુમારે બુધવારે સવારે 98 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ ઘણા લાંબા સમયથી બીમાર રહેતા હતા અને અનેક વખત તેમને મુંબઈ ખાતેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

દિલીપ કુમારના અવસાનથી બોલિવુડ સહિત દેશભરમાં શોકની લાગણી વ્યાપી છે અને અનેક દિગ્ગજોએ તેમને નમન પાઠવ્યા હતા. દિલીપ કુમારે બુધવારે સવારે 7:30 કલાકે મુંબઈના ખાર ખાતે આવેલી હિંદુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. હોસ્પિટલના ડૉ. પાર્કર જે તેમની સારવાર કરી રહ્યા હતા તેમણે દિલીપ કુમારના અવસાનની પૃષ્ટિ કરી હતી

Whatsapp Join Banner Guj

આ પણ વાંચોઃ Dilip Kumar Passes Away: દિલીપ કુમારનુ 98 વર્ષની વયે નિધન, આ રીતે મળી ખબર- વાંચો વિગત