dasi story

Prabhudasi: નાની છોકરીઓના કરાવવામાં આવતા લગ્ન, પણ કોઇ છોકરા સાથે નહીં પણ પ્રભુ સાથે- વાંચો રસપ્રદ કહાની

Prabhudasi: ઈ.સ. ૧૯૯૫ દિગદપુરા નામ નાં એક ગામ ની આ વાત છે. ત્યાં નાની નાની છોકરીઓનાં લગ્ન કરાવી દેવામાં આવતા હતાં અને તે કોઈ છોકરાં સાથે કેમ નહિ, પરંતું પ્રભુ સાથે. જી હા, આ વાત સાંભળીને સૌને આંચકો લાગસે. પણ આ વાત સાચી છે. આ ગામ માં એક અનોખી પ્રથા વરસો થી ચાલી રહી હતી. જેનું નામ છે “પ્રભુદાસી”. આ પ્રથા માં નાની નાની બાળકી એટલે કે ૬ વષઁ કે ૯ વષઁની બાળકીનાં લગ્ન વિધિવત પ્રભુ સાથે એટલે કે ઈશ્ચર સાથે કરી દેવામાં આવતાં હતાં. ત્યાર બાદ તે બાળકીને “પ્રભુદાસી” બનાવીને ભિક્ષા એટલે કે ભીખ માંગવાં માટે મોકલવાંમાં આવતી હતી.

Banner Pooja

એક વખત આવી જ રીતે ૯ વષઁની બે છોકરીઓ અને તેમની સાથે બીજી ઘણી એવી નાની નાની છોકરીઓને પણ “પ્રભુદાસી” નામ ની આ પ્રથામાં ધકેલવામાં આવી. તે સમયે તે બંને છોકરીઓને ખબર જ નહોતી કે તેમની સાથે તે સમયે શું થઈ રહ્યું હતું. તે બંને છોકરીઓએ તો બસ એક રમત સમજીને ખુશી ખુશી “પ્રભુદાસી” (Prabhudasi) બનવાં માની ગઈ.જ્યારે તેઓનાં લગ્ન પ્રભુ સાથે કરાવવામાં આવ્યાં ત્યારે તેઓ ખુશ હતી, પણ પછી બીજા દિવસથી તે બંને છોકરીઓને પણ બીજી પ્રભુદાસીઓની જેમ ભિક્ષા માંગવાં માટે મોકલવાંમાં આવી. તે બંને છોકરીઓ હંમેશાં એકબીજાની સાથે જ રહેતી, બંને વચ્ચે અખુટ મિત્રતાં હતી. તે બંને એકબીજાને સગી બહેનો ની જેમ રાખતી હતી. થોડો સમય નવું નવું આ બધું તે છોકરીઓને સારું લાગ્યું, પણ થોડા સમય પછી આ જ બધું ખુબ વિચિત્ર લાગવાં લાગ્યું. તે બંને છોકરીઓ માંની એક છોકરીને આવું કરવું સેજ પણ ન ગમતું, અને બીજી ના ગમવાં છત્તાં પણ મો ઉપર ખુશી રાખીને આ કામ કરતી અને પેલી છોકરીને પણ ખુશી ખુશી કરવાં કહેતી.

એક દિવસ તે બંને છોકરીઓ ભિક્ષા માંગવાં ગામમાં નીકળી હતી ત્યારે તેઓ એ જોયું કે, તેમનાંથી થોડીક મોટી ઉમરની એક છોકરીને એક માણસ મારીને તેની સાથે લઈ જતો હતો, પણ તે છોકરી જવાં માટે નાં પાડી રડતી હતી. ત્યાં જ તે છોકરીની માતા પણ તેને એ માણસ સાથે મોકલતી હતી કારણ કે તે છોકરીની માતા એ પોતાની છોકરીને એ માણસને વેચી દીધીં હતી. તે માણસ ખેચીને તે છોકરીને પોતાની સાથે લઈ ગયો. પેલી બંને છોકરીઓ દુર ઊભાં રહીને આ દ્વશ્ય જોઈ રહી હતી. તેમાંની એક છોકરીએ બીજીને પુછ્યું કે પેલી છોકરીને ક્યાં લઈ જાય છે આવી રીતે, અને તે આટલી કેમ રડે છે? ત્યારે બીજી છોકરીએ તેને કહ્યું કે, તેને તેની માતાં એ તે માણસ ને વેચી દીધી છે. એટલે અવે તે છોકરીને તે માણસ સાથે જ રહેવું પડસે. પેલી છોકરીએ ફરીથી એક સવાલ કયોઁ, શું આપણને પણ આવી રીતે કોઈ આવીને ખરીદી જસે?

ત્પારે પેલી બીજી છોકરીએ તેને કહ્યું, હાં પણ હું તો આ છોકરી ની જેમ નહિ રડું ચુપચાપ જતી રહીસ, તું પણ નાં રડતી. તે બંને છોકરીઓ આમ કહીને ત્યાંથી જતી રહી પણ પેલી છોકરીનાં મનમાં એ સમયે અનેક સવાલો ઊભાં થયાં હતાં, અને આ સવાલો આગળ જઈને શું રૂપ ધારણ કરવાનાં હતાં તેની તો કદાચ કોઈએ પણ કલ્પનાં જ નહોતી કરી.

તે છોકરી રોજ તેની માતા અને ભાઈને સવાલ કરતી કે તેનાં પિતાં કોણ છે? ત્યાંરે તેની માતા એ તેને જણાવ્યું હતું કે આપણાં કોઈ પિતા નથી હોતાં આપણે તો ફક્ત માતા જ હોય છે, દેવીમાં. તે છોકરીને ભણવાનો, રમવાનો ખુબ શોખ હતો પણ તેની માતા તેને કદી સ્કુલ નહોતી મોકલતી. તેની માતા તેને કહેતી કે સ્કુલ એ ખરાબ જગ્યાં છે. એટલે ત્યાં નાં જવાય. પણ તે છોકરીનાં મનમાં તો આવાં જ અનેકો સવાલ દિવસે ને દિવસે વધી રહ્યાં હતાં. તેણે તેની માતા ને કહ્યું કે તેને ભિક્ષા માંગવું નથી ગમતું એટલે તે ભિક્ષા નહિ માંગે. તેની માતા એ તેનાં ઉપર ગુસ્સે થતાં કહ્યું કે ભિક્ષા તો તારે માંગવી જ પડસે, તેનાં ઉપર જ તો આપડું ઘર ચાલે છે. તને અને તારાં ભાઈને પણ મે ભિક્ષા માંગી માંગીને જ આટલાં મોટાં કયાઁ છે. અને અવે તારે પણ આજ કરવાંનું છે.

ધીરે ધીરે સમય વીત્યો અને તે બંને ૧૫ વષઁની થઈ ગઈ હતી. તેઓ માટે નાનપણ થી જ કેટલાંયે ઘરાક આવતાં હતાં પણ તેમની માતાએ નાં પાડી હતી અને કહ્યું હતું એ જ્યાં સુધી તેમની છોકરીઓ મોટી ના થાય ત્યાં સુધી તેઓ તેમને નહિ વેચે. પણ અવે તે છોકરીઓ મોટી થઈ ગઈ હતી અને આ કામ કરી શકે તેમ હતી. એટલે તેમની માતાઓ એ તેમની છોકરીઓને મોટી રકમ લઈ વેચીં દીધી. જેમાં એક છોકરીને યુવાન વ્યક્તિ મોટી રકમ આપીને લઈ ગયો, જ્યારે પેલી બીજી છોકરીને એક વૃદ્વ વ્યક્તિ લઈ ગયો. પેલી છોકરીને લગભગ ૫ થી ૬ મહીનાં સુધી તે યુવાન વ્યક્તિ એ પોતાની સાથે રાખી. તે વ્યક્તિ રોજ તે છોકરી સાથે શારિરીક સંબધ બાંધતો. તે છોકરી અવે એક સુંદર મહિલા બની ગઈ હતી.

એક દિવસ તે યુવાન વ્યક્તિ ની પત્ની એ મહિલા ને જોઈ ગઈ, એટલે તેણે પોતાનાં પતિને કહ્યું કે તેઓ તે “પ્રભુદાસી” ને જ્યાંથી લાવ્યાં હોય ત્યાં પાંછી મુકી આવે. તે વ્યક્તિ પાસે તે મહિલાં ને પાછી મુકી આવવાં સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. એટલે તે મહિલા ને તે પાછો તેનાં ઘરે મુકી ગયો. મહિલાં નાં પાછા ઘરે આવ્યાં પછી તેનાં ઘરે ઘરાકોની લાઈન લાગતી. રોજ તે મહિલાને કોઈ ને કોઈ વ્યક્તિ સાથે શારિરિક સંબંધ બાંધવો પડતો.ક્યાંરેક આખાં આખા દિવસો તો ક્યાંરેક આખી આખી રાતો તેને ના ચાહતાં પણ આ કામ કરવું પડતું. તે મહિલા નો જે મોટો ભાઈ હતો તેણે એક છોકરી જોડે લગ્ન કરી ત્યાંથી અલગ રહેવાં જતો રહ્યોં હતો. તે મહિલા તેની પેલી બાળપણ ની મિત્રને ખુબ જ યાદ કરતી. પણ તેનાં વિશે તેને કોઈ જાણકારી નહોતી.

તે મહિલા પાસે એક દિવસ તેની જ ઉમર નો એક વ્યક્તિ આવ્યો. તે પછી ધીરે ધીરે રોજ તેની પાસે આવવાં લાગ્યો. તે વ્યક્તિ ને તે મહિલા ખુબ જ પસંદ હતી. તે બંને એકબીજાને સાંરી રીતે જાણતાં ઓળખતાં થયાં. આમ ને આમ તે વ્યક્તિ ને તે મહિલા પાસે આવતાં ૩ મહીના થઈ ગયાં હતાં . ત્યારે તે મહિલાને ખબર પડી કે તે છેલ્લાં ૧ મહીનાથી ગભઁવતી છે. તેણે આં વાત તેની માતા ને જણાંવી ત્યાંરે તેની માતા એ તો તેને છોકરી જ થશે અને તેને પણ આ “પ્રભુદાસી” (Prabhudasi) ની પ્રથા માં નાંખવાની વાત કરી. આ વાત થી તે મહિલા ખુબ જ ચિડાઈ ગઈ હતી. ત્યાર પછી તે મહિલા એ તે વ્યક્તિ ને જણાવ્યુ કે તે છેલ્લાં ૧ મહીનાથી ગભઁવતી છે, ત્યારે તે વ્યક્તિ એ તેને કહ્યું કે છેલ્લાં ૩ મહીના થી તો તેની પાસે બસ એજ આવે છે એટલે કે એ બાળક તેનું જ છે.

આ વાત જાણીને તે ખુબ ખુશ હતો પણ તે મહિલા તેને ખુશ નહોતી જણાંતી. તે મહિલા એ તેને કહ્યું કે તેની માતા તેનાં આવનારાં બાળકને પણ આ “પ્રભુદાસી” ની પ્રથા માં નાખવાં માંગે છે, ત્યારે તે વ્યક્તિ એ તે મહિલા ને કહ્યું કે તેના બાળક સાથે તે તેવું કઈ નહિ થવાં દે. તે મહિલા એ આ કામ ન કરવાનું નક્કી કયુઁ અને પછી પેલાં વ્યક્તિ એ તેને એક ફેકટરીમાં નોકરીએ લગાંડી. થોડો સમય વીત્યો પછી તે મહિલા ની બાળપણની તેની પેલી મિત્ર મળી, જેને એક વૃદ્વ વ્યક્તિ ને વેચવાંમાં આવી હતી. તે વૃદ્વ વ્યક્તિની ઉમર થવાંથી તેણે તેને અવે પાછી તેની માતા પાસે મોકલી દીધી હતી, અને તેને એક નાનકડી ૨ વષઁની દીકરી પણ હતી. તેણે તે મહિલા ને જણાવ્યું કે તેને એક વ્યક્તિ એ પાછી ખરીદી લીધી હતી અને તે તેને દિલ્લી જેવાં મોટાં શહેરમાં લઈ ગયો.

શહેર માં લઈ જઈને તે વ્યક્તિ એ તેને એક કોઠા ઉપર વેચી દીધી. અવે તે ત્યાં કોઠા ઉપર જ રહે છે અને ત્યાં કામ કરે છે.તેને ત્યાંથી જેટલાં પૈસા મળે છે એટલાં પૈસામાં એટલાં મોટા શહેર માં તેનું અને તેની ૨ વષઁની દીકરીનું બધું પુરું થાય તેમ નથી એટલે તે તેની દીકરીને તેની માતા પાસે મુકવાં આવી છે. પછી તે મહિલા એ તેને જણાવ્યુ કે તે અવે આવું કોઈ કામ નથી કરવાની. અવે તે તેનાં આવનારાં બાળક અને તે બાળકનાં પિતા સાથે જ રહેવાં માંગે છે. તેની મિત્ર એ તેને આવું નાં કરતાં આ પ્રથા ની અંદર જ રહેવાં કહ્યું. પણ તેણે આ કામ ન કરવાં માટે મન મક્કમ કરી લીધું હતું. તે મહિલા તે વ્યક્તિ ની મદદ થી આ પ્રથા માંથી બહાર નીકળવાં માંગતી હતી. તો ત્યાં જ બીજી તરફ તે મહિલા ની માતા તેનાં આવનારાં બાળકને આ “પ્રભુદાસી” (Prabhudasi) ની પ્રથાનો શીકાર બનાંવવાં માંગતી હતી. અને અવે અહી થી શરૂ થયો હતો નવાં વિચારો અને જુની રૂઢિચુસ્ત પરંપરા વચ્ચેનો સંઘષઁ. તે મહિલા પુરી રીતે આ પ્રથા માંથી બહાર આવવાં માંગતી હતી, અને પેલો વ્યક્તિ પણ તેની આમાં પુરેપુરી મદદ કરતો હતો.

આમ ને આમ સંઘષોઁ માં સમય વીત્યો અને તે મહિલાએ એક સુંદર બાળકીને જન્મ આપ્યો. બાળકીનો જન્મ થતાં જ તે મહિલાં ની માતા ની ખુશીનો કોઈ પાર જ નહોતો રહ્યો. કારણ કે તે પોતાની “પ્રભુદાસી” ની પરંપરા આગળ વધારવા માટે એક બાળકી જ ઈચ્છતી હતી. પણ તે મહિલા એ તેની માતા ને પહેલાં જ પોતાની બાળકીને આ પ્રથા થી દૂર રાખવાં કહ્યું હતું. તે બાળકી નાં જન્મથી તે મહિલા અને તે વ્યક્તિ ખુબ જ ખુશ હતાં. તે મહિલા ની માતા અનેક પ્રયાસો કરીને તે બાળકીને આ પ્રથા નો એક ભાગ બનાવવાં ઈચ્છતી હતી. પણ તે મહિલા એવું કઈ પણ થવાં દે તેમ નહોતું. તેણે ખુબ જ લાડ અને પ્રેમ થી તેની બાળકી ને ઉછેરી હતી. પેલાં વ્યક્તિ એ પણ તે બાળકીને પિતાનો પ્રેમ આપવામાં જરા પણ કચાસ રાખી નહોતી.

સમય વીતતો ગયો અને જોતજોતાં માં ૩ વષઁ વીતી ગયાં હતાં અને સાથે જ તે મહિલા ની બાળકી પણ હવે ૩ વષઁની થઈ ચુકી હતી. તે મહિલા ફરીથી ગભઁવતી હતી. તે મહિલા અને પેલો વ્યક્તિ બંને હવે ખુબ જ સારી રીતે એક બીજા ને સમજતાં હતાં, અને તેથી જ તે વ્યક્તિ એ મહિલા સાથે લગ્ન કરવાં ઈચ્છતો હતો. તે વ્યક્તિ એ તે મહિલા સાથે નાં લગ્ન ની વાત પોતાના પરિવાર સાથે કરી. તે વ્યક્તિ નાં પરિવાર જનો સારી રીતે જાણતાં હતાં કે તેમનો પુત્ર જે મહિલા ની વાત કરે છે તે એક “પ્રભુદાસી” છે. પરિવારજનો નાં એટલાં સમજાવ્યાં પછી પણ તેણે તે મહિલા સાથેનાં લગ્ન કરવાનાં વિચાર ને બદલ્યો નહિ. જેનાં કારણે તે વ્યક્તિ ને તેનાં પરિવારજનોએ ઘરમાંથી કાડી મુક્યો.

Prabhudasi

બીજી બાજુ તે મહિલાને તેની માતા અને તે ગામના મંદિર નાં પુજારી ધ્વારા પોતાની બાળકીને “પ્રભુદાસી” બનાંવવા માટે દબાણ આપવામાં આવ્યું કે તે જો પોતાની બાળકીને “પ્રભુદાસી” નહિ બનાવે તો તેનાં કારણે આખાં ગામ ઊપર દેવીમાતા નો પ્રકોપ પડશે. એટલે તે મહિલા તેની માતા અને પુજારી ના દબાણ થી થોડી ગભરાઈ ગઈ. પેલાં વ્યક્તિ એ તે મહિલાને અને પોતાની ૩ વષઁની બાળકીને લઈ ત્યાંથી ભાગી જવાનું નક્કી કર્યું. પણ તે મહિલા એ પોતાની માતા અને પુજારી ની વાત થી ગભરાઈ ને તેની સાથે જવાં માટે નાં પાડી.

તેના થોડા દિવસો પછી એક સમાજસેવિકા તે મહિલા ને મળવાં આવી. તે સમાજસેવિકાએ તે મહિલાને એક બાજુ લઈ ગઈ અને જણાવ્યું કે સરકાર તરફથી નાની બાળકીઓને મફત શિક્ષણ મળે છે. તેમાયે પ્રભુદાસીઓની બાળકીઓને તો ખાસ અને સરકાર તરફ થી દર મહીને ૧૫૦૦૦ રૂપિયાની સહાય કરવામાં આવે છે. પછી તે સમાજસેવિકાએ તે મહિલાને જણાવ્યું કે “પ્રભુદાસી” ની આ પ્રથા એ ગેરકાનુની છે, અને સરકાર આ પ્રથાનો અંત ઈચ્છે છે. આ એક ગેરકાનુની પ્રથા છે, છત્તાં પણ ચાલે છે. તે સમાજસેવિકા ની આ વાત સાંભળીને તે મહિલાને નવાઈ લાગી. તેણે તે સમાજસેવિકાને કહ્યું કે તેને આવી કોઈ વાત ખબર જ નથી. પછી તે સમાજસેવિકા એ તેને કહ્યું કે આજ અમારું કામ છે.

તેણે કહ્યું તેને મળેલી માહીતી ધ્વારા તેઓને એવી જાણકારી મળી હતી કે એ મહિલા અવે કોઈ પુરુષ પાસે જતી નથી, અને આવાં કામ માંથી નીકળવાં માંગે છે. એટલે તેઓ તેમાં તેની મદદ કરી શકે છે, અને તેની બાળકીને સ્કુલ માં એડમિશન અપાવવામાં તેની મદદ કરી શકે છે. જેથી તેની બાળકી આવાં કોઈ કામમાં નાં ફસાઈ અને ભણીગણીને એના જીવનમાં આગળ વધે. તે મહિલાને બધું સમજાવીને તે સમાજ સેવિકાએ પોતાનો મોબાઈલ નંબર આપીને ત્યાંથી જતી રહી. પછી તે મહિલા એ આ બધી વાત પેલા પુરુષ ને એટલે કે પોતાની બાળકી નાં પિતા ને કરી. તે પુરુષે કહ્યું કે આ બંધા માટે તેની બાળકીનાં જન્મ નું પ્રમાણપત્ર જોઈસે. તેણે મ્યુન્સીપાલીટી ની ઓફિસે જઈને પૂછપરછ કરી ત્યારે જાણ્યુ છે. જન્મનાં પ્રમાણપત્ર માટે તે બાળકીનાં પિતાનું નામ, જે હોસ્પિટલમાં તે બાળકીનો જન્મ થયો તે હોસ્પિટલનું પ્રમાણપત્ર, અને તેના માતા – પિતા નાં લગ્નનું સટીઁફીકેટ જોઈસે. અને આ ત્રણ માંથી એક પણ વસ્તું એમની જોડે નહોતી. એટલે તે વ્યક્તિ એક આશા લઈને પેલી સમાજસેવિકાને મળવાં ગયો. તેઓએ તે વ્યક્તિ ની મદદ કરવાની હા પાડી.

તે સમાજસેવિકાએ તે મહિલાનાં ઘરે જઈને તેની માતા સાથે વાત કરવાનું વિચાર્યું. પછી તે સમાજસેવિકા તે મહિલા ના ઘરે ગઈ અને તેની માતા ને સમજાવવાની કોશિશ કરી. પણ તે મહિલા ની માતા ન માની અને પોતાની રૂઢિચુસ્ત “પ્રભુદાસી” (Prabhudasi) ની પરંપરા ને વળગી રહી. અને તે સમાજસેવિકા નું અપમાન કરી તેઓને કાઢી મૂક્યાં. છેવટે તે સમાજસેવિકા એ પોલીસતંત્ર ની મદદ માંગી. પોલીસતંત્ર નાં અધિકારીએ તે મહિલાનાં ઘરે જઈને તેની પૂછપરછ કરી. પણ તે સમયે ત્યાં તે મહિલા ની માતા અને પેલાં મંદિર નાં પુજારી એ જગ્યાંએ હાજર હતાં એટલે તેમનાં ડરથી તે મહિલાં એ પોતાનું મો જ નાં ખોલ્યું. અવે જ્યારે તે મહિલા જ આ વાત માં કંઈ બોલવાં તૈયાર નહોતી એટલે આમાં તેની મદદ કોઈ કરી શકે તેમ નહોતું.

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.

આમ ને આમ સમય વીતતો ગયો. અને થોડાં દિવસ પછી તે મહિલા ની બાળપણ ની તે મિત્ર તેને મલવાં આવી ત્યાંરે તેણે તે મહિલા ને કહ્યું કે તે મહિલાં તેની બાળકીને લઈને ત્યાંથી તે વ્યક્તિ સાથે જતી રહે તેમાં જ તેની અને તેની બાળકીની ભલાઈ છે. કારણ કે આ ગામની અંદર જેને આ લોકો “પ્રભુદાસી” કહીને જેવા કામ કરાવે છે, તેજ કામ શહેરો માં કોઠા ઉપર ચાલતું હોય છે. જેનું કોઈ અસ્તીત્વ જ નથી. તેને એક “પ્રભુદાસી” (Prabhudasi) કહીને શહેર માં લઈ જઈને એક કોઠા ઉપર વેચી દીધી હતી થોડાં દિવસ પહેલાં તે કોઠા ઊપર પોલીસ ની રેડ પડી અને તેને પકડી ને તેનાં વિશે પુછવામાં આવ્યું, ત્યારે તેણે પોતાને “પ્રભુદાસી” કહી ઓળખાવી. પણ ત્યાં તો એવું કંઈ છે જ નહિ. શહેર માં તો તેને પણ એક ધંધો જ કહેવાય છે. એટલે આ બંધુ છોડી દેવાંમાં અને ત્યાંથી તેનાં દુર જવાંમાં જ તેની અને તેની બાળકીની ભલાઈ છે.

પોતાની મિત્રનાં મોઢાથી આવી વાત સાંભળીને તેને ઘણી જ હિમ્મત મળી. અને તે જ રાત્રે તે પોતાની બાળકીને લઈ તે પેલાં વ્યક્તિ સાથે તે જગ્યાએથી બહાર આવી ગઈ અને ત્યાંથી નીકળીને તેઓ પેલી સમાજસેવિકાને મળ્યાં. તે સમાજસેવિકાએ પોતાનાં ટ્રસ્ટની સહાયતાં થી પોલીસતંત્ર ની હાજરી માં તે મહિલા અને પેલા પુરુષ નાં લગ્ન કરાવ્યાં. ત્યારં બાદ તે ટ્રસ્ટ તરફથી તે પુરુષ ને રોજગાર માટે પણ સહાયતાં કરવાંમાં આવી. અને થોડાં સમય પછી જ તે મહિલાં એ બીજી એક સુંદર બાળકીને જન્મ આપ્યો. પણ આ બાળકી ને તેનાં પિતાનું નામ જન્મસમયે જ મળી ગયું હતું કારણ કે અવે તેનાં માતા – પિતા નાં લગ્ન થઈ ચુક્યાં હતાં. તે મહિલા ની માતા ને તેની પુત્રીનાં આમ ભાગી જવાં પછી ઘણો પચતાવો થયો, અને તે પણ તે જગ્યાએથી નીકળી ગઈ અને પોતાની પુત્રી સાથે રહેવાં લાગી. તે મહિલા એ તે જગ્યાએથી નીકળવાં માટે અનેક પ્રયત્નો કયાઁ ત્યારે જઈને તેને એ નકઁ માંથી છુટકારો મળ્યો.

આપણે આપણી આસપાસ જો નજર કરીએ તો આવાં કેટલાએ કુરિવાજો, રૂઢિચુસ્ત પરંપરાઓ આપણી નજરે પડસે. જ્યાં સુધી આપણે પોતે તેમાથી નીકળવાનો પ્રયત્ન નહિ કરીએ ત્યાં સુધી બીજું કોઈ આપણી મદદ નહિ કરી શકે….!(ડિસ્કલેમર:આ લેખકનું પોતાના વિચાર છે.)