ચૂંટણી દરમિયાન ઈ-ફાઇલિંગ દ્વારા ઉમેદવારી પત્ર ભરતા ઉમેદવારોની સિક્યુરિટી ડિપોઝિટ અને રિફંડ ઓનલાઇન થશે

Election Comission

ચૂંટણી દરમિયાન ઈ-ફાઇલિંગ દ્વારા ઉમેદવારી પત્ર ભરતા ઉમેદવારોની સિક્યુરિટી ડિપોઝિટ અને રિફંડ ઓનલાઇન થશે

અહેવાલ: દિલીપ ગજજર, ગાંધીનગર

ગાંધીનગર,૧૨ ઓક્ટોબર: ગુજરાત વિધાનસભા/ લોકસભાની ચૂંટણી દરમિયાન ઈ-ફાઈલિંગથી ઉમેદવારી પત્ર ભરતી વખતે ઉમેદવારો દ્વારા ભરવામાં આવતી સિક્યુરિટી ડિપોઝિટ તથા રિફંડ રાજ્ય સરકારના સાયબર ટ્રેઝરી પોર્ટલ દ્વારા ઓનલાઇન સ્વીકારવામાં આવશે એમ સામાન્ય વહીવટ વિભાગની યાદીમાં જણાવાયું છે.

યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર ઉમેદવારો દ્વારા ભરવામાં આવતી સિક્યુરિટી ડિપોઝિટ રાજ્ય સરકારના સાયબર ટ્રેઝરી પોર્ટલ દ્વારા સ્વીકારાશે જે અંગે સાયબર ટ્રેઝરી પોર્ટલ અને ભારતના ચૂંટણી પંચના પોર્ટલનું સંકલન કરવાનું રહેશે.

આ ડિપોઝિટ ગાંધીનગર તિજોરી ખાતેથી ઓપરેટ થશે. ઓનલાઇન રિફંડ પણ ગાંધીનગર તિજોરી કચેરીમાંથી જ કરાશે. જ્યારે ડિપોઝીટ પરત કરવાની થાય ત્યારે સંબંધિત ચૂંટણી અધિકારીએ આ અંગેના હુકમો કરવાના રહેશે તેમ વધુમાં જણાવાયું છે.

banner city280304799187766299