દિલ્હી CMએ સરકાર પર કર્યા આકરા પ્રહાર કહ્યું- હજી કેટલાના જીવ લેશે સરકાર! એમ કહીને વિધાનસભામાં ફાડી નાખી કૃષિ કાયદાની કોપીઓ

નવી દિલ્હી,17 ડિસેમ્બરઃ દિલ્હી વિધાનસભામાં બોલાવામાં આવેલા વિધાનસભાના શિયાળા સત્ર દરમિયાન સીએમ અરવિંદ કેજરીવાલે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ દરમિયાન તેમણે કૃષિ કાયદાની કોપી પણ ફાડી નાખી હતી. કેજરીવાલે કહ્યુ હતું કે, સરકાર હજૂ પણ કેટલા લોકોનો જીવ લેશે. અત્યાર સુધીમાં 20થી વધારે ખેડૂતો શહીદ થઈ ગયા છે. એક એક ખેડૂત ભગતસિંહ બનીને આંદોલનમાં બેઠા છે. અંગ્રેજોથી વધારે ખરાબ ન બને સરકાર.

અરવિંદ કેજરીવાલની દિલ્હી સરકારે ભાજપ શાસિત નગર નિગમોમાં 2400 કરોડ રૂપિયાના કથિત રીતે ભ્રષ્ટાચાર પર ચર્ચા કરવા માટે એક દિવસીય સત્ર બોલાવ્યુ હતું. દિલ્હી વિધાનસભાના વિશેષ શરૂઆત કેન્દ્ર સરકારના કૃષિ વિષયક ત્રણ કાયદાની ચર્ચાથી થઈ હતી. જ્યારે કૃષિ કાયદાને લઈને રેવન્યૂ મંત્રી કૈલાશ ગેહલોતે સદનમાં ચર્ચાની શરૂઆત કરી, ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જય જવાન, જય કિશાનના નારા પણ લગાવ્યા હતા. જો કે, કૃષિ કાયદાને લઈને સદનમાં ચર્ચા દરમિયાન સત્તા પક્ષના ધારાસભ્ય મહેન્દ્ર ગોયલે ત્રણેય કાયદાની કોપીને સદનમાં ફાડી નાખતા બોલ્યા હતા કે, આ કાયદાઓ ખેડૂત વિરોધી છે. હું આવા કાળા કાયદાનો સ્વિકાર કરતો નથી.

whatsapp banner 1

ઉલ્લેખનીય છે કે, ખેડૂત વિષયક બનેલા આ કાયદામાં આમ આદમી પાર્ટી ખેડૂતોના સમર્થનમાં છે. તેઓ દરેક રીતે ખેડૂતોને સપોર્ટ કરી રહ્યા છે. મુખ્યમંત્રી કેજરીવાલ સહિત તમામ મંત્રીઓ અને નેતાઓ સતત કેન્દ્ર સરકાર પર આ મામલે પ્રહારો કરી રહ્યા છે અને આ કાયદાને નષ્ટ કરવાની વાત પર અડગ છે. આ માટે મુખ્યમંત્રી સહિતના નેતાઓ અને આપ પાર્ટીએ એક દિવસીય ઉપવાસનો કાર્યક્રમ પણ રાખ્યો હતો.

આ પણ વાંચો…

હવે, 1 જાન્યુઆરીથી આ ફોનમાં નહીં યૂઝ કરી શકાય Whatsapp, જોઇ લો તમારો ફોન તો આમાંથી એક નથી ને?