NItin Patel 2110 edited

CM Rupani health update: નિતિન પટેલે કહ્યું- હજી અઠવાડિયા સુધી રખાશે ઓબ્ઝર્વેશન હેઠળ, ઓક્સિજન લેવલ નોર્મલ છે

CM Rupani health update

ગાંધીનગર, 15 ફેબ્રુઆરીઃ વડોદરામાં રવિવારે સાંજે એક સભા દરમિયાન રાજ્યના સીએમ વિજય રૂપાણીની અચાનક તબિયત લથડતા તેઓ સ્ટેજ પર જ ઢળી પડ્યા હતા. જેથી તેમને યુએન મહેતા હોસ્પીટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે આજે તેમનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો હતો.

Whatsapp Join Banner Guj

સીએમની(CM Rupani health update) તબિયત વિશે ઉપ મુખ્યમંત્રી નીતિન ભાઇ પટેલે જણાવ્યું કે, સીએમ રૂપાણી કોરોના સંક્રમિત થયા બાદ તમામ પ્રધાનોના ટેસ્ટ કરવામાં આવશે. વડોદરા શહેર સંગઠનના હોદ્દેદારોના તથા ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડના તમામ સભ્યોના થશે કોરોના ટેસ્ટ. એક સપ્તાહમાં સીએમ રૂપાણીને મળેલા તમામ લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. નીતિન પટેલે સીએમ રૂપાણીની હેલ્થ અપડેટ આપતાં જણાવ્યું કે, સીએમ યુએન મહેતા હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન હેઠળ છે.

Whatsapp Join Banner Guj

તેમણે જણાવ્યું સીએમની તબિયત હાલ સુધારા પર છે. કોરોના દર્દી તરીકે સીએમ રૂપાણીની સારવાર થઇ રહી છે. એક અઠવાડિયા સુધી તેમને હોસ્પિટલમાં દાખલ રાખવામાં આવે તેવી શક્યતા છે. સીએમને ડાયાબિટીસ અને બ્લકપ્રેશર જેવી કોઇ સમસ્યા નથી. તેમના તમામ ઇસીજી, ઇકો, સિટી સ્કેન રિપોર્ટ નોર્મલ છે.

આ પણ વાંચો…

કાજલ અગ્રવાલ(kajal agarwal)ને 5 વર્ષની ઉંમરથી છે આ બિમારી, એક્ટ્રેસ કહ્યું- તેમાં શરમાવા જેવું કંઇ નથી!