BJP

મુખ્યમંત્રી સહિત બીજેપીના આ નેતાઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ(corona positive) આવ્યા, જાહેર સભામાં ભીડ ભેગી કરવી પડી ભારે…!

corona positive

ગાંધીનગર, 15 ફેબ્રુઆરીઃ કોરોનાની રસી ચોક્કસ આવી ગઇ છે. પરંતુ સરકારે જ જાહેર કરેલી ગાઇડલાઇન્સ એટલે કે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવામાં બેદરકારી નેતાઓમાં જોવા મળી રહી છે. બે ગજની દૂરી અને સોશ્યલ ડિસ્ટન્સ સાથે માસ્ક અનિવાર્ય હોવાનું સતત રટણ કરી સામાન્ય લોકો પર કાયદાનો દંડો ઉગામતી સરકાર, ચૂંટણી ટાણે પોતે જ જાહેર સભાઓમાં ભીડ ભેગી કરી રહ્યા છે. લોકોને જે ચિંતા છે તે જ થઈ રહ્યું છે. જેમ દિવાળીના તહેવારોમાં બજારોમાં ભીડ ભેગી થયા બાદ કોરોના(Corona positive) વકર્યો હતો તેમ શું ચૂંટણી પૂરી થયા પછી કોરોનાના કેસોમાં વધારો થશે? જો આમ થયું તો આના માટે જવાબદાર કોણ ગણાશે સહિતના લોકોના મોઢે સવાલો પેદા થઈ રહ્યા છે.

Whatsapp Join Banner Guj

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એડીચોટીનું જોર લગાવી મુખ્યમંત્રી રૂપાણી સહિત નેતાઓ સતત જાહેર સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે ભાજપના ત્રણ લિડર નેતાઓમાં કોરોના પોઝીટીવ આવતાં ભાજપ બેડામાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે. મુખ્યમંત્રી વિજયરૂપાણી, ભિખુ દલસાણિયા અને કચ્છના સાંસદ વિનોદ ચાવડાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ(Corona positive) આવ્યો છે. તેમના સંપર્કમાં આવેલા નેતાઓ શું કોરેન્ટાઈન થશે કે પછી ચૂંટણી પ્રચારમાં જાહેર સભાઓમાં સતત ઉપસ્થિત રહેશે? તે પણ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે.

Whatsapp Join Banner Guj

ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી વડોદરામાં જાહેરસભામાં અચાનક તબિયત લથડી હતી. મંચ પર જાહેર કાર્યક્રમમાં ઉદ્બોધન દરમિયાન ચક્કર આવ્યા હતા. અને બેહોશ થઈને પડી ગયા હતા. તે પછી તેઓને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સીએમ રુપાણી કોરોના પોઝિટિવ આવતા તેમની સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો…

CM Rupani health update: નિતિન પટેલે કહ્યું- હજી અઠવાડિયા સુધી રખાશે ઓબ્ઝર્વેશન હેઠળ, ઓક્સિજન લેવલ નોર્મલ છે