સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે અત્યાર સુધી ખરીદવામાં આવેલી તમામ વેક્સિન(Covid Vaccination)ની સંપૂર્ણ વિગત માંગી, વાંચો સંપૂર્ણ અહેવાલ

નવી દિલ્હી, 02 જૂનઃCovid Vaccination: સુપ્રિમ કોર્ટે ગુરૂવારે કેન્દ્રને આદેશ આપ્યો કે અત્યાર સુધી વેક્સિનની ખરીદી થઈ છે તેની સંપૂર્ણ વિગત રજૂ કરે. આ સિવાય અત્યાર સુધી કેટલી વસ્તીનું રસીકરણ થયું છે, તેનો પણ ડેટા રજૂ કરે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યુ કે તે જણાવે કે અત્યાર સુધી કોરોનાની કેટલી વેક્સિન ક્યારે-ક્યારે ખરીદવામાં આવી છે. કેટલી વસ્તીને રસી(Covid Vaccination) આપવામાં આવી ચુકી છે અને બાકી બચેલા લોકોનું ક્યાં સુધી રસીકરણ થઈ જશે. સર્વોચ્ચ કોર્ટે સરકારને તે પણ પૂછ્યું કે બ્લેક ફંગસની સારવાર માટે દવાઓ ઉપલબ્ધ કરાવવા માટે શું પગલા ભર્યા છે, તેની પણ જાણકારી આપે. 

Covid Vaccination

કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, સરકાર તે ડેટા આપે અને સ્પષ્ટ રીતે જણાવે કે ત્રણેય વેક્સિન (કોવિશીલ્ડ, કોવૈક્સીન, સ્પૂતનિક-વી) ની ખરીદી માટે ક્યારે-ક્યારે ઓર્ડર આપવામાં આવ્યો. દરેક તારીખ પર વેક્સિન(Covid Vaccination)ના કેટલા ડોઝનો ઓર્ડર આપવામાં આવ્યો અને તેની સપ્લાયની અનુમાનિત તારીખ શું છે. 

Covid Vaccination

આ સિવાય સર્વોચ્ચ ન્યાયાલયે સરકારને તે પણ જણાવવામાં આવ્યું છે કે અત્યાર સુધી કેટલા ટકા વસ્તીને એક કે બે ડોઝ આપવામાં આવી ચુક્યા છે. ગ્રામીણ વિસ્તારમાં કેટલા ટકા લોકોને રસી(Covid Vaccination) મળી છે અને શહેરી ક્ષેત્રમાં કેટલા લોકોને તે વિશે પણ તમામ માહિતી માંગી છે.

આ પણ વાંચો…

રાત્રિ કરફ્યુ(night curfew)ને લઇ CM રુપાણીનો મહત્વનો નિર્ણયઃ આ તારીખથી 36 શહેરોના વેપારીઓને આપી આ છૂટ, વાંચોમાં શું કહ્યું મુખ્યમંત્રીએ..?