fake letter

fake news: રાજ્ય સરકાર દ્વારા 6 મોટા શહેરોમા લોકડાઉન, વાયરલ થયો પત્ર- રાજ્ય સરકારે ફેક અને ખોટો ગણાવ્યા- વાંચો સંપૂર્ણ માહિતી

fake news

આવી ખોટી અફવા ફેલાવનારા (Fake news) તત્વોને શોધી કાઢવા રાજ્યના પોલીસ મહા નિર્દેશક આશિષ ભાટિયાએ સાયબર ક્રાઇમ સેલ ને તત્કાલ તપાસ ના આદેશો આપ્યા છે

  • ગુજરાત રાજ્યના ગૃહ વિભાગની આપત્કાલિન નોંધ તરીકે વાયરલ થયેલો પત્ર (fake news) તદ્દન ફેક અને ખોટો છે : ગૃહ વિભાગના પ્રવકતાની સ્પષ્ટતા
  • સંપૂર્ણ લોકડાઉન અંગેનો આ ફેક પત્ર વાયરલ નહીં કરવા નાગરિકોને અનુરોધ

ગાંધીનગર, ૦૯ એપ્રિલ: ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ તરફથી આપત્કાલીન નોંધ સ્વરૂપે સોશિયલ મીડિયામાં ફરતો થયેલો પત્ર તદ્દન (fake news) ફેક અને ખોટો છે આ પત્રથી ગુજરાતના નાગરિકો ગેરમાર્ગે ન દોરાય. આ પત્રમાં કોઇ જ સત્યતા નથી. નાગરિકોને ગેરમાર્ગે દોરવાનો નીંદનીય પ્રયાસ માત્ર છે.

Whatsapp Join Banner Guj

રાજ્ય સરકારના ગૃહવિભાગના પ્રવક્તાએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, ગુજરાતના છ મોટા શહેરોમાં તારીખ ૧૧ એપ્રિલ થી તારીખ ૧૭મી એપ્રિલ સુધી રાજ્ય સરકારે સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય કર્યો છે એવો આ પત્રમાં ઉલ્લેખ છે જે બિલકુલ અસત્ય અને ખોટો છે. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારના નામજોગ અને ખોટી સહી સાથેનો આ પત્ર તદ્દન ખોટો અને ફેક છે.

ADVT Dental Titanium

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આવા પત્રને સાચો નહીં માનવા અને ગેરમાર્ગે નહીં દોરાવા ગુજરાતના નાગરિકોને અપીલ કરવામાં આવી છે. આ પત્ર કોણે વાયરલ કર્યો છે તે અંગેની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. આવો કોઈ પણ પત્ર સોશિયલ મીડિયા મારફતે આપના સુધી આવે તો તેને વાયરલ નહીં કરવા પણ નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે.

આ પણ વાંચો…સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર, આ દેશે ભારતથી આવતા તમામ મુસાફરો (travellers) માટે પ્રવેશ પર રોક લગાવી- વાંચો સંપૂર્ણ અહેવાલ