Gujcomasol chairman

Gujcomasol chairman: દેશની સૌથી મોટી ગુજરાત સ્ટેટ કો ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશનના ચેરમેન પદે સતત ત્રીજી વખત દિલીપ સંઘાણી નિમાયા

Gujcomasol chairman: 17 જગ્યા પર ભાજપના ઉમેદવારો બિનહરિફ ચૂંટાઈ આવ્યા, ગુજકોમાસોલના વાઈસ ચેરમેન બિપીન પટેલ બન્યા

અમદાવાદ, 11 જુલાઇઃ Gujcomasol chairman: રાજ્યના કૃષિક્ષેત્રનું સૌથી મોટું માળખુ ધરાવતી સહકારી સંસ્થા ગુજકોમાસોલનું સુકાન રાજ્યના પૂર્વ સહકારી મંત્રી દિલીપ સંઘાણીને ફરી સોંપાયું છે. દેશની સૌથી મોટી ગુજરાત સ્ટેટ કો ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન એટલે ગુજકોમાસોલ સંસ્થાનું ટર્નઓવર 2200 કરોડથી વધુ છે અને લાખો ખેડૂતો આ સંસ્થા સાથે જોડાયેલા છે. ગુજકોમાસોલમાં આજે ચેરમેન પદે દિલીપ સંઘાણીની પુન: નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે ગુજકોમાસોલના વાઈસ ચેરમેન બિપીન પટેલ બન્યા છે.

મળતી માહિતી મુજબ ગુજકોમાસોલનાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ટર્મ પૂરી થતાં અમદાવાદમાં ચૂંટણી યોજાઇ હતી. જેમાં ગુજકોમાસોલનાં ચેરમેન પદે દિલિપ સંઘાણીને પુન:નિમણૂંક કરાઇ છે. જ્યારે ગુજકોમાસોલના વાઈસ ચેરમેન બિપીન પટેલ બન્યા છે. ગુજકોમાસોલનાં ચેરમેન પદે સતત ત્રીજી વખત દિલીપ સંઘાણી નિમાયા છે. 2020માં પણ ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા હતા અને ચેરમેન પદે પુન: નિયુક્ત થયા હતા. ગુજરાત સ્ટેટ કોઓપરેટીવ માર્કેટિંગ ફેડરેશન-અમદાવાદની 32 સભ્યોની 19મી જૂને થનારી ચૂંટણીમાં ઉંમેદવારી નોંધાવવાની પહેલી જૂનની છેલ્લી તારીખે 17 જગ્યા પર ભાજપના ઉમેદવારો બિનહરિફ ચૂંટાઈ આવ્યા છે. આ સત્તર બેઠકોમાં વલસાડ,તાપી, સુરત, રાજકોટ, પોરબંદર, પંચમહાલ, નર્મદા, મોરબી, મહિસાગર, ગીરસોમનારષ ગાંધીનગર, દાહોદ, દેવભૂમિ દ્વારકા, બનાસકાંઠા, અણાંદ અને અમરેલીની 16 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે.

a4f44a91 5aeb 4e83 90f0 1d3c4173f17d

ગુજકોમાલોસમાં બિનહરીફ ચૂંટાયેલા ૧7 ઉમેદવારો અને સ્થળ
અમરેલી દિલીપ સાંઘાણી
આણંદ તેજસ પટેલ
બનાસકાંટા અમરત દેસાઈ
બોટાદ રવજી રાજપરા
દેવભૂમિ દ્વારકા ઋષિ અરવિંદ
દાહોદ પ્રજીત રાઠોડ
ગાંધીનગર રસિક પટેલ
ગિર સોમનાથ ગોવિન્દ પરમાર

આ પણ વાંચોઃ Chandod-Ekta Nagar Train: ભારે વરસાદના કારણે ચાંદોદ-એકતાનગર સ્ટેશન વચ્ચે ટ્રેકમાંથી ભારે ધોવાણથી આ ટ્રેન રદ થઇ-જુઓ લિસ્ટ
મહિસાગર મનોજ પટેલ
મોરબી મગન વડાવિયા
નર્મદા સુનિલ પટેલ
પંચમહાલ જેઠા ભરવાડ
પોરંબંદર મનુ ખૂંટી
રાજકોટ જયેશ રાંદડિયા
સુરત ભીખા પટેલ
તાપી નરેશ પટેલ
વલસાડ પંકજ પટેલ

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સ્ટેટ કો ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન એટલે ગુજકોમાસોલ સંસ્થાના ચેરમેન પદે 2020માં પણ દિલીપ સંઘાણીની પુન: નિમણૂંક કરવામાં આવી હતી. જ્યારે 2022માં પણ પુન: નિમણૂંક કરવામાં આવતા દિલિપ સંઘવી ભારતીય જનતા પાર્ટીનો આભાર માન્યો હતો. જ્યારે મિડીયા સાથે વાત કરતાં જણાવ્યું હતુ ગુજકોમાસોલે ખેડૂતોનાં હિત માટે તમામ નિર્ણયો લીધા હતા. ભારતીય જનતા પાર્ટીએ મારી પર વિશ્વાસ મૂકીને ફરી ચેરમેન પદે નિયુક્ત કર્યા છે.ત્યારે આવનાર દિવસોમાં સરકારી યોજનાનો લાભ લઇને છેવાડાનાં લોકો સુધી પહોંચાડીશું. જ્યારે સરકારી યોજનાનો લાભ પહોંચ્યો નથી ત્યાં ખેડૂતોને કેવી રીતે આર્થિક સલામત બનાવી શકાય તે દિશામાં અમે આગળ વધીશું.

આ પણ વાંચોઃ The Pride Kingdom: વન્યજીવ પ્રેમી પરિમલ નથવાણી દ્વારા નિર્મિત આ શ્રેણી ગિરના સિંહો અને તેમના વસવાટની ભીતરની દુનિયાનો પરિચય કરાવશે

Gujarati banner 01