CM Bhupendra Patel speech

Increase in salaries of employees: આત્મા યોજના અંતર્ગત કામ કરતાં કરાર આધારિત કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો: કૃષિ મંત્રી

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય(Increase in salaries of employees)
કેન્દ્ર પુરસ્કૃત “સપોર્ટ ટુ સ્ટેટ એક્સ્ટેન્શન પ્રોગ્રામ ફોર એક્સ્ટેન્શન રીફોર્મ (આત્મા) યોજના અંતર્ગત કામ કરતાં કરાર આધારિત કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો : કૃષિ મંત્રી રાઘવજી પટેલ

  • Increase in salaries of employees: ગુજરાત સરકાર-આત્મા યોજનાની વિવિધ જગ્યાઓ પર કામ કરતા કર્મચારીઓનો પગાર વધારાનો પ્રશ્ન હલ કરતા કૃષિમંત્રી
  • ખેડુત મિત્રના કન્ટીજંસી ખર્ચમાં રૂ. ૬,૦૦૦ના બદલે રૂ. ૧૨,૦૦૦ વાર્ષિક તેમજ બ્લોક ટેકનોલોજી મેનેજરના માનદવેતનમાં રૂ.૨૫,૦૦૦ના બદલે રૂ.૩૦,૦૦૦ અને આસીસ્ટન્ટ ટેકનોલજી મેનેજરના માનદ વેતનમાં રૂ૧૫,૦૦૦ના બદલે રૂ.૨૦,૦૦૦ માસિક વેતન કરાયું

અહેવાલ: દિલીપ ગજજર
ગાંધીનગર, 17 ફેબ્રુઆરી:
Increase in salaries of employees: કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે, કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ ઉન્નતિ યોજના અંતર્ગત સબ-મિશન ઓન એગ્રીકલ્ચર એક્સ્ટેન્શન હેઠળ આત્મા યોજનાની મોડીફાઈડ ગાઈડલાઈન-૨૦૧૮ મંજુર કરીને રાજ્યોને આત્માની રિવાઈઝડ ગાઈડલાઈન-૨૦૧૮ પ્રમાણે અમલીકરણ કરવા જણાવાયું છે. જે સંદર્ભે ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર પુરસ્કૃત “સપોર્ટ ટુ સ્ટેટ એક્સ્ટેન્શન પ્રોગ્રામ ફોર એક્સ્ટેન્શન રીફોર્મ (આત્મા) યોજના અંતર્ગત કામ કરતાં કરાર આધારિત કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.

GEL ADVT Banner

મંત્રી રાઘવજીભાઈએ ઉમેર્યું કે, ખેડુત મિત્રના કન્ટીજંસી ખર્ચમાં રૂ. ૬,૦૦૦ના બદલે રૂ. ૧૨,૦૦૦ વાર્ષિક તેમજ બ્લોક ટેકનોલોજી મેનેજરના માનદવેતનમાં રૂ.૨૫,૦૦૦ના બદલે રૂ.૩૦,૦૦૦ અને આસીસ્ટન્ટ ટેકનોલજી મેનેજરના માનદ વેતનમાં રૂ.૧૫,૦૦૦ના બદલે રૂ.૨૦,૦૦૦ માસિક વેતન ચૂકવવાનો નિર્ણય કરાયો છે. આ હિતકારી નિર્ણયના પરિણામે રાજ્યમાં આત્મા યોજનાની વિવિધ જગ્યાઓ પર કામ કરતા કર્મચારીઓનો પગાર વધારાનો પ્રશ્નનો હલ થયો છે.

મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, ભારત સરકાર દ્વારા અદ્યતન ગાઈડલાઈન મુજબ આત્મા પ્રોજેક્ટ હેઠળ કરાર આધારિત માનવબળ માટે ૧૦% ઇન્ક્રીમેન્ટની જોગવાઇ કરવામાં આવેલ છે. જેને અનુસરીને ગુજરાત સરકાર દ્વારા આત્મા પ્રોજેક્ટ હેઠળ કરાર આધારિત જગ્યાઓ પર કામ કરતા સ્ટેટ કો-ઓર્ડિનેટર, નાયબ નિયામક, ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટરના પગારમાં ઘણા વર્ષથી પડતર ૧૦% ઇજાફાને મંજુર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો… Sugarcane juice: જાણો શેરડી રસનો સ્વાસ્થ્ય માટે અનેક ફાયદા વિશે..

તેમણે ઉમેર્યું કે, ભારત સરકાર દ્વારા સંચાલિત એગ્રીકલચર ટેકનોલજી મેનેજમેન્ટ એજન્સી(આત્મા) ગુજરાત રાજયમાં પ્રાયોગિક ધોરણે ૨૦૦૫માં અમલમાં આવી હતી. આ યોજનાનું મુખ્ય કાર્ય જીલ્લાની તમામ કૃષિ વિષયક સંશોધન અને વિસ્તરણ પ્રવૃત્તિઓનું સંકલન કરવાનું છે. ‘આત્‍મા’ યોજના હેઠળ જીલ્‍લાના તમામ ખેડૂતો માટે તેમની જરૂરિયાત આધારિત પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે ગ્રામ્‍ય કક્ષાએ જાહેર સંસ્‍થાઓ, ખાનગી સંસ્‍થાઓ, એનજીઓ, પેરા એકસ્‍ટેન્‍શન વર્કર અને પ્રાઈવેટ ઈનપુટ ડીલરના સહિયારા પ્રયત્‍નોથી રસ ધરાવતા ખેડૂતોના જૂથો (ફાર્મર્સ ઈન્‍ટરેસ્‍ટ ગૃપ્‍સ)ની રચના કરવી એ પાયાની પ્રવૃત્તિ છે.

આમ આત્મા યોજનામાં કાર્યરત ખેડુતમિત્રોના કન્ટીજન્સી ખર્ચમાં અને કરાર આધારિત માનવબળના માસિક વેતનમાં વધારો થતા કામ કરતા કર્મચારીઓના પ્રશ્ન હલ થયા છે.

Gujarati banner 01