Parshottam Rupala welcome

Jan ashirvad yatra: સરધાર થી જસદણ સુધીના ગામે-ગામ “જન આશિર્વાદ યાત્રા”નું કરાયેલું ભાવસભર સ્વાગત

Jan ashirvad yatra: કેન્દ્રીય મત્સયોદ્યોગ, પશુપાલન અને ડેરી વિભાગના મંત્રીશ્રી પરસોત્તમ રૂપાલાની આગેવાનીમાં ઢોલ અને પુષ્પહાર અને ઉષ્માવસ્ત્ર અર્પણ કરી તમામ સમાજના અગ્રણીઓએ અભિવાદન કરી યાત્રાને પાઠવેલ અંતરના આશિર્વાદ

  • “પ્રજા વચ્ચે રહી પ્રજાની અપેક્ષાઓને અનુરૂપ પ્રજાકલ્યાણલક્ષી યોજનાઓના સધન અને પરિણામલક્ષી અમલીકરણથી મળેલ પ્રચંડ લોક સમર્થન એજ કેન્દ્ર અને રાજય સરકારની સફળતાની પારાશીશી”:કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઇ રૂપાલા

અહેવાલ: રાજકુમાર સાપરા

રાજકોટ, ૨૧ ઓગસ્ટ: Jan ashirvad yatra: ઉંઝા થી અમરેલી સુધીની કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઇ રૂપાલાની આગેવાનીમાં નીકળેલી જન આશીર્વાદ યાત્રાના અંતિમ ચરણમાં આજરોજ સરધારથી શરૂ થયેલી યાત્રાને હલેન્ડા, ડુંગરપુર વિરનગર અને જસદણ સહીતના તમામ ગામોમાં મળેલ પ્રચંડ જનસમર્થન અને યાત્રાનું ઢોલ, પુષ્પહારથી સ્વાગતથી સ્વાગત કરાયું હતું.

    પ્રભાતે સરધાર સ્વમિનારાયણ મંદિરે દર્શન અનેસાધુ સંતોના આશિર્વાદ (Jan ashirvad yatra) બાદ યોજાયેલી પ્રેસ કોનફરન્સમાં યાત્રા વિશે વીગતો આપતાં કેન્દ્રીય મંત્રી રૂપાલાએ જણાવ્યું હતું કે આ જનઆશીર્વાદ યાત્રાને મળી રહેલું જનસમર્થન લોકોનો વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્રસરકાર અને તેમના માર્ગદર્શન હેઠળ વિજયભાઇ રૂપાણી દ્વારા રાજય સરકારના લોકકલ્યાણના કાર્યોમાં લોકોના વિશ્વાસની પ્રતિતી કરાવે છે.

    પહેલાના સમયમાં પાણીની અછત અને ખેડુતોની અવદશાને કારણે ગ્રામિણ અથતંત્રને થયેલ નુકશાનને કેન્દ્ર અને રાજય સરકારની સૌનિ યોજના દ્વારા કુશળ પાણી વ્યવસ્થાપન, જયોતિગ્રામ, કિશાન સુર્યોદય યોજના, સત્તા અને વિકાસ કામોનું સુચારૂ વિકેન્દ્રીકરણ જેવા વિવિધ પ્રજાની વચ્ચે રહી તેઓની અપેક્ષાનુંસાર કરાયેલી પ્રજા કલ્યાણલક્ષી યોજનાઓના પરીણામલક્ષી અમલીકરણ વડે ફરી ધબકતું કર્યું છે.

Gujarat government decision: CM રૂપાણીએ ઊદ્યોગકારો-ઔદ્યોગિક વસાહતોને કોવિડ19ની બીજી લહેરની અસરથી રાહત આપતા લીધા આ નિર્ણયો

Jan ashirvad yatra: યાત્રા દરમિયાન તેઓએ ઉપસ્થિત જન સમુદાયને સરકારની સિધ્ધીઓ વણવતા કહયૂં હતું કે હાલ કેન્દ્ર સરકારનું નેતૃત્વ કરી રહેલ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર દેશમાં નલ સે જલ યોજના અન્વયે પીવાના પાણીને ઘરે-ઘર પહોંચાડવા સાથે આસ્થાના પ્રતિક અયોધ્યામાં રામમંદિરના નિર્માણ, દેશના તમામ જરૂરીયાત મંદોને આયુષ્માન ભારત સ્વાસ્થય યોજના, દેશની સુરક્ષા અને ૩૭૦ની કલમ રદ કરી કાશ્મીર થી કન્યાકુમારી સુધીના અખંડ ભારતની પરિકલ્પનાને સાકાર કરવાનું ભગરીથ કાર્ય કર્યું છે.

એટલું જ નહીં કિશાન સન્માન નિધી, કિશાન કેડ્રીટ કાર્ડ સાથે હવે પશુપાલન ક્રેડીટ કાર્ડ અને મત્સ્યોદ્યોગ ને પ્રોત્સાહન આપવા માછીમાર ભાઇઓને પણ ક્રેડીટ કાર્ડ  આપવની જોગવાઇ કરવાની યોજનાનું આયોજન છે.  આવા અનેક પ્રજાકલ્યાણ લક્ષી યોજનાએ થકી લોકોનો આ સરકારમાં વિશ્વાસ વધ્યો છે. આ યાત્રાલોકોના આશિર્વાદ અને વિશ્વાસને અખંડ બનાવી રાખવામાં સહાયક બનશે.

    કોરોના સમયે અને કુદરતી આફત સમયે લાકોને વીનામૂલ્યે રાશન, રોકડ સહાય સીધા તેમના ખાતામાં જમા કરાવી લોકનેને રાહત પહોંચાડી છે.  જયારે કોરાનો મહામારી સમયે દેશમાં સુદ્રઢ વ્યવસ્થાપન થકી તમામ લોકોને આરોગ્યની ઉત્તમ સવલત સાથે દવાઓ અને કોરોના વિરોધી સ્વદેશી રસી ઉપલબ્ધ કરાવી છે. વિદેશના ૧૧૨ દેશોમાં આ રસી અને દવાઓનો જથ્થો પુરો પાડી સાચા અર્થમાં વસધૈવ કુટુંબકમની ભાવનાને ઉજાગર કરી છે. ભારતની કીર્તિ વિદેશોમાં પ્રસરાવી છે.

આ તકે મ્યુનિસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરીએ રાજય સરકારના પાંચ વર્ષની વિકાસલક્ષી કાર્યેાની વિગતો ઉપસ્થિત જનસમુદાય સમક્ષ આપી હતી.

યાત્રામાં (Jan ashirvad yatra) તેઓ સાથે સાંસદો વિનોદભાઇ ચાવડા, મોહનભાઇ કુંડારીયા, મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, મંત્રી આર.સી. ફળદુ, ધારાસભ્ય લાખા ભાઇ સાગઠીયા, જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા, કિશાન મોરચાના પ્રદેશ પ્રમુખ હિતેષભાઇ પટેલ અગ્રણીઓ રાજુભાઇ ધ્રુવ, રક્ષાબેન બોળીયા, નિલેશભાઇ વિરાણી, વિરનગરના સરપંચ શીવાભાઇ વધાસીયા, જિલ્લા પંચાયત સભ્ય પરેશભાઇ રાદડીયા, તાલુકા પંચાયત સભ્ય શાંતુભાઇ ધાધલ, સહકારી મંડળીના પ્રમુખ હનુભાઇ બસીયા, દુધ ઉત્પાદક મંડળીના અર્જુનભાઇ રામાણી, શિવાનંદ મીશનના ડો. બુચ, તમામ ગામોના ભાજપના સંગઠનના આગેવાનો કાર્યકરો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Whatsapp Join Banner Guj