kripal Parmar viral video

kripal Parmar viral video: વડાપ્રધાન મોદીએ ભાજપના આ બાગી નેતાને કર્યો ફોન-કહ્યું; ચૂંટણી ના લડશો- જુઓ વાયરલ વિડીયો

અમદાવાદ, 09 નવેમ્બર: kripal Parmar viral video: દેશના બે રાજ્યો ની વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. હિમાચલ અને ગુજરાતની ચૂંટણીઓ પર સમગ્ર દેશની નજર છે. આ જ ક્રમમાં રવિવારે પીએમ મોદી મંડી પહોંચ્યા હતા. ત્યાં તેમણે જંગી સભાને સંબોધિત કરી હતી. તેમણે જન સમુદાયને સંબોધતા કહ્યું કે કમળનું ફુલ એટલે ભાજપ જ છે, કમળના ફુલ પર મળેલા વોટ તેમને મજબૂત કરશે. 

દરમિયાન કોંગ્રેસના નેતાએ વીડિયો શેર કરીને દાવો કર્યો છે કે હિમાચલના કાંગડા જિલ્લાની ફતેહપુર બેઠકથી અપક્ષ ચૂંટણી લડી રહેલા કૃપલા પરમાર ને ફોન કર્યો અને ચૂંટણી માંથી હટી જવા કહ્યું છે. વીડિયો મુજબ કૃપાલ પરમારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ની પીએમ મોદી સમક્ષ ફરિયાદ પણ કરી ચૂક્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, મારો તમારા પર હક છે. તમારા જીવનમાં મારો કોઈપણ પ્રકારનો રોલ છે કે નહીં? તો પરમાર સામે જણાવે છે તમારો બહું જ મોટો રોલ છે. જો કે, આ વીડિયોની સત્તાવાર રીતે પુષ્ટિ થઈ શકી નથી.

આ પણ વાંચોNepal earthquake: ભારત સહિત દુનિયાના 3 દેશમાં ભયાનક ભૂકંપ; નેપાળમાં 6ના મોત

Gujarati banner 01