Earthquake graph

Nepal earthquake: ભારત સહિત દુનિયાના 3 દેશમાં ભયાનક ભૂકંપ; નેપાળમાં 6ના મોત

Nepal earthquake: 3 દેશોમાં ભૂકંપના આંચકા, દિલ્હી-યુપી સહિત ભારતના 7 રાજ્યોમાં ધરતી ધ્રુજી

નવી દિલ્હી, 09 નવેમ્બર: Nepal earthquake: ભારતમાં દિલ્હી, યુપી, બિહાર, ઉત્તરાખંડ, દિલ્હી, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના ઘણા શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર નેપાળ હતું. આવી સ્થિતિમાં સૌથી વધુ વિનાશના સમાચાર નેપાળમાંથી જ સામે આવી રહ્યા છે. અહીંના ડોટીમાં એક મકાન ધરાશાયી થતાં 6 લોકોના મોત થયા છે.

મંગળવારે બપોરે 1.57 કલાકે ભારત, ચીન અને નેપાળમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. તેમની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 સુધી માપવામાં આવી હતી. ભારતમાં દિલ્હી, યુપી, બિહાર, ઉત્તરાખંડ, દિલ્હી, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના ઘણા શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ભૂકંપનું કેન્દ્ર નેપાળ હતું. (Nepal earthquake) આવી સ્થિતિમાં સૌથી વધુ વિનાશના સમાચાર નેપાળમાંથી જ સામે આવી રહ્યા છે. અહીંના ડોટીમાં એક મકાન ધરાશાયી થતાં 6 લોકોના મોત થયા છે. ઉત્તરાખંડના પિથોરાગઢમાં બુધવારે સવારે 6.27 કલાકે ફરી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ આફ્ટરશોક્સની તીવ્રતા 4.3 હતી.

આ પણ વાંચો…Gujarat election 2022: સમય સાથે કદમ મિલાવી મતદારોને આંગળીના ટેરવે સુવિધા આપતું ચૂંટણી તંત્ર

Gujarati banner 01