81121970

પીએમ મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગ(Niti ayog)ની છઠ્ઠી બેઠક, પંજબ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સામેલ નહિ થાય

Niti ayog

નવી દિલ્હી, 20 ફેબ્રુઆરીઃ આજે વડાપ્રધાનની અધ્યક્ષતા હેઠળ આયોગ(Niti ayog)ની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક થશે. વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા આ બેઠક 10:30 વાગ્યે શરુ થઇ. બેઠકનો એજન્ડા કૃષિ, વિનિર્માણ, પાયાના માળખા, માનવ સંસાધિત વિકાસ, જમીન સ્તર પે સેવા વિતરણ અને સ્વાસ્થ્ય અને પોષણ પર વિચારણા સામેલ છે.

આ દરમિયાન ગઈ બેઠકમાં ઉઠાવેલા પગલાં અનેગે અંગે સમીક્ષા કરવામાં આવશે. નીતિ આયોગની આ બેઠકમાં કેન્દ્ર સરકાર પાયાના માળખા, નિર્યાત , સ્વાસ્થ્ય, શિક્ષા સહીત હાલમાં રજુ કરેલ બજેટને લઇ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે. તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે પીએમ મોદી વિકાસને સબંધિત તમામ મુદ્દાઓ પર ચર્ચા કરશે.

નીતિ આયોગની આ બેઠકમાં તમામ મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા થશે, પરંતુ પંજાબ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ બેઠકનો ભાગ નહિ બને. સૂત્રોએ જણાવ્યું કે પંજાબ મુખ્યમંત્રી આ બેઠકમાં હાજર નહિ રહે. તેઓ અસ્વસ્થ છે. એમની જગ્યાએ પંજાબના નાણામંત્રી મનપ્રિત સિંહ બાદલ બેઠકમાં ભાગ લેશે. જણાવી દઈએ કે મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ બેઠકનો ભાગ નહિ હોવાની માહિતી મળી રહે. એક સમાચાર એજન્સીએ આ અંગે સંભાવના વ્યક્ત કરી છે.

Whatsapp Join Banner Guj

નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલ નિયમિત રૂપથી બેઠક કરે છે. આ છઠ્ઠી બેઠક છે, જેમાં સરકારના શીર્ષ થિન્ક ઠેક ભાગ લેશે. નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલમાં મુખ્યમંત્રી, કેન્દ્ર શાસિત પ્રદેશોના લેફ્ટિનેન્ટ ગવર્નર, ઘણા કેન્દ્રીય મંત્રી અને વરિષ્ઠ સરકારી અધિકારી શામેલ થાય છે. આ બેઠકમાં પહેલી વખત લદાખપણ ભાગ લેશે જેમાં કેન્દ્ર શાસિત પ્રદેશના રૂપમાં જમ્મુ કાશ્મીર પણ શામેલ રહેશે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…

Unnao case: સગીરાઓની હત્યા કેસમાં પોલીસે બે આરાપીઓની કરી ધરપકડ, પીડિતાના પરિવારે કરી ફાંસીની માંગ