ગુજરાતની પ્રથમ એઈમ્સ હોસ્પિટલનું પીએમ મોદીએ કર્યું ઈ-ખાતમૂહૂર્ત

ગુજરાતની પ્રથમ એઈમ્સ હોસ્પિટલનું પીએમ મોદીએ કર્યું ઈ-ખાતમૂહૂર્ત, રાજકોટ-જામનગર હાઇવે પર 200 એકર વિશાળ જગ્યા પર બનશે આ હોસ્પિટલ

રાજકોટ, 31 ડિસેમ્બરઃ રાજકોટમાં નિર્માણ પામનારી ગુજરાતની પ્રથમ એઈમ્સ હોસ્પિટલનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઈ-ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું છે. આ સમયે સીએમ વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ રાજ્યપાલ સહિતના સાંસદો ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ-જામનગર હાઈવે પર ખંઢેરી ગામ ખાતે 200 એકર વિશાળ જગ્યા પર 1 હજાર 195 કરોડના ખર્ચે એઈમ્સ હોસ્પિટલનું નિર્માણ થવાનું છે.

whatsapp banner 1

સૌરાષ્ટ્રની જનતાને ઉત્તમ સારવાર મળી રહે તે માટે રાજકોટમાં એઇમ્સનું વડાપ્રધાનના હસ્તે ઇ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને રાજ્યપાલ દેવવ્રર્ત આચાર્ય તેમજ સી, આર, પાટીલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા. ઉપરાંત કેબિનેટ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમા, જયેશ રાદડિયા, કુંવરજી બાવરીયા, કિશોર કાનાણી પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા. આ કાર્યક્રમની સાંસદ મોહનભાઇ કુંડરીયા, રમેશ ધદૂક રહ્યા ઉપસ્થિત, રાજ્યપાલ, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને દીપ પ્રજ્વલિત દ્વારા શરૂઆત કરી હતી.

આ કાર્યક્રમમાં રાજ્યના સીએમ રૂપાણીએ જણાવ્યું કે આરોગ્ય ક્ષેત્રમાં સૌથી મોટી સુવિધા આપનાર સંસ્થા એઇમ્સ એ આજે ગુજરાતને પ્રાપ્ત થઇ છે, ગુજરાતની જનતાને આવતા દિવસોમાં અન્ય રાજ્યોમાં જવું નહિ પડે, ઘર આંગણે આ સુપર સ્પેશિયલિસ્ટ સારવાર મળી રહેશે., બધા માટે ખૂબ સારી વાત છે, છેલ્લા 5 વર્ષોમાં કેન્દ્ર સરકારની કાર્યો ની ગતિ વધી છે અને વિકાસ ખૂબ ઝડપથી થાય છે. ગુજરાતમાં એઇમ્સ ની જરૂરિયાત હતી, હવે આ ઝડપથી નિર્માણ થશે અને લોકોને ફાયદો થશે.

આજે ખાતમૂહૂર્ત કાર્યક્રમને લઈને રાજકોટ રૂરલ પોલીસનો લોખંડી બંદોબસ્ત ગઈકાલથી ગોટવી દેવાયો છે..અંદાજિત આદજીત 1000થી પણ વધુ પોલીસ કર્મીનો સુરક્ષા વ્યવસ્થા જોડાયા છે જેમાં સ્થળ પર 200થી વધુ પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓ ફરજ બજાવશે. રાજકોટમાં પીએમ મોદીના હસ્તે એઈમ્સનો શિલાન્ય કરવામાં આવ્યો છે. ત્યારે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આ પ્રસંગે સંબોધન કરતા જણાવ્યુ હતુ કે, આજે ગુજરાત માટે આનંદનો દિવસ છે.આરોગ્ય ક્ષેત્રમાં સૌથી મોટી સુવિધા આપનાર સંસ્થા એઇમ્સ આજે ગુજરાતને પ્રાપ્ત થઇ છે. હવે ગુજરાતની જનતાને સ્વાસ્થ્ય સેવા માટે બહાર જવું નહી પડે. ગુજરાતને હવે ઘર આંગણે સુપર સ્પેશિયલિસ્ટ સારવાર મળી રહેશે. ગુજરાતમાં એઇમ્સની જરૂરિયાત હતી. ત્યારે હવે આ એઈમ્સનું નિર્માણ ઝડપથી થશે અને તેનો ફાયદો ગુજરાતની જનતાને મળવાનો છે.

AIIMS Rajkot

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આ વર્ષે ઘણા કોરોના વોરિયર્સે પોતાનો જીવ ગુમાવ્યો છે, વર્ષના છેલ્લા દિવસે તેમને નમન કરી રહ્યા છે. સમગ્ર દેશના અલગ-અલગ ભાગોમાં લોકોને કોઈને ભૂખ્યા ના સૂવા દીધા અને સેવા પણ કરી હતી. ભારત જ્યારે એકજુટ થાય છે ત્યારે તેઓ મુશ્કેલથી મુશ્કેલ સંકટનો સામનો કરી શકે છે. ભારતે સમય રહેતા સારા નિર્ણય કર્યા તેના કારણે આજે આપણી પરિસ્થિતિ સારી છે. કોરોનાને માત આપવામાં ભારતનો રેકોર્ડ ઘણો સારો રહ્યો છે.

આ પણ વાંચો….

loading…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *