sanand lokarpan

Sanand Lokarpan: સાણંદ,બાવળા, દસક્રોઇ તાલુકામાં 42.91 કરોડના ખર્ચે 1239 પ્રકલ્પોનું લોકાર્પણ, ખાતમૂહૂર્ત અને જાહેરાતની વિગત

Sanand Lokarpan: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહ દ્વારા પોતાના લોકસભા મતવિસ્તારમાં આજે વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ , ખાતમૂહૂર્ત અને નવા કામોની જાહેરાત કરવામાં આવી.


Sanand Lokarpan: અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના વિવિધ ગામોમાં 30 કરોડ થી વધુ રકમના ખર્ચે 1062 વિકાસ કામોના લોકાર્પણ આજે કરાયા છે.જેમાં સાણંદ તાલુકામાં આંગણવાડી અને સ્માર્ટ ક્લાસરુમ જેવી શિક્ષણ વિષયક સુવિધાઓનું સર્જન થયું છે, જ્યારે બીજી તરફ અનેક ગામોમાં ગ્રામજનોના જીવનની ગુણવત્તામાં વૃદ્ધિ કરતા રોડ-રસ્તાના કામ નગરજનો અને ગ્રામજનો માટે આશીર્વાદ રૂપ બની રહેશે.

અમદાવાદ જિલ્લાના (Sanand Lokarpan) બાવળા તાલુકામાં પણ આજે વિવિધ ગામોમાં 3.82 કરોડના ખર્ચે 138 કામોના લોકાર્પણ થયા છે… જેમાં નાગરિકો માટે આંગણવાડી, સી.સી.રોડ, નાળાના કામ,શેડના કામ તેમ જ સ્નાનઘાટ જેવા અનેક પ્રજાલક્ષી કાર્યોનો સમાવેશ થાય છે…આ કામોના પગલે બાવળા તાલુકાની જનતા સુખાકારીમાં વધારો કરશે.

Whatsapp Join Banner Guj

અમદાવાદ જિલ્લાના દસક્રોઇ તાલુકાના વિવિધ ગામોમાં 63 લાખના ખર્ચે 20 કામોના લોકાર્પણના પગલે અહીંના નગરજનોની પ્રાથમિક શિક્ષણ અને રોડ-રસ્તાની સુવિધાઓમાં વૃદ્ધિ થશે. કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઇને સાણંદ અને બાવળા તાલુકામાં ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

સાણંદમાં ૨૬૦ LPM (લીટર પર મિનિટ) અને બાવળામાં ૮૦ LPM ( લિટર પર મિનિટ) ઓક્સિજન પ્લાન્ટની સ્થાપનાના પગલે સ્થાનિક પ્રજાએ અમદાવાદ સુધી લાંબા નહીં થવુ પડે… સાણંદ અને બાવળા તાલુકામાં 7.65 કરોડના ખર્ચે નિર્માણ પામનારા નવા વિકાસ કાર્યોની જાહેરાત કરવામાં આવી. નવનિર્માણ પામનારા વિવિધ વિકાસ પ્રકલ્પો નગરજનો-ગ્રામજનોની વિકાસલક્ષી સેવાઓમાં વધારો કરશે.

આ પણ વાંચો…Diamond Bursa of Surat: સુરતનું ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ બનશે: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

આ નવનિર્મિત કામોમાં મુખ્યમંત્રી ગ્રામસડક યોજના હેઠળના વિવિધ રસ્તાઓ ટૂંક સમયમાં નિર્માણ પામશે.જે ગ્રામજનોની પરિવહન સેવા અને સુખાકારીમાં વધારો કરશે. વરસાદી ઋતુમાં આ નવનિર્માણ પામનારા રસ્તાઓ આશીર્વાદરૂપ સાબિત થશે. આ નવનિર્માણ પામનારા વિકાસ કાર્યો ગ્રામજનોની જીવનશૈલી , વિવિધ સુવિધાઓમાં વધારો કરશે.