Amit shah speech 2 edited

ગૃહમંત્રીની મોટી જાહેરાતઃ કોરોનાકાળ પૂર્ણ થશે એટલે તરત જ CAA પર અમલ થશે!

Amit shah speech 2 edited

નવી દિલ્હી, 21 ડિસેમ્બરઃ કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે કોલકાતામાં રવિવારે એવી ઘોષણા કરી હતી કે કોરોનાનું જોર હળવું થતાં બનતી ત્વરાએ CAAનો અમલ શરૂ કરવામાં આવશે.તેમણે કહ્યું કે દેશમાં હજારો ગેરકાયદે ઘુસણખોરો છે. એમાં કેટલાક આતંકવાદી કે તેમના સહાયકો પણ હોઇ શકે છે. એટલે CAAનો અમલ વહેલો થાય એ દેશના હિતમાં છે. પશ્ચિમ બંગાળમાં ભાજપ પ્રમુખ જે પી નડ્ડાના કાર કાફલા પર થયેલા હુમલાના અનુસંધાનમાં કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળના આઇપીએસ અધિકારીઓને તેડું મોકલતો જે પત્ર મોકલ્યો છે એે બંધારણીય છે એવો દાવો પણ તેમણે કર્યો હતો.

whatsapp banner 1

નોંધનીય છે કે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ એ અધિકારીઓને કેન્દ્રના પત્રની પરવા નહીં કરવાનો અને દિલ્હી નહીં જવાનો આદેશ આપ્યો હતો. મમતાએ એવો દાવો કર્યો હતો કે આ પત્ર રાજ્ય સરકારના કામકાજમાં દખલરૂપ હતો. એમના આદેશના પગલે આઇપીઈએસ અધિકારીઓ દ્વિધામાં મૂકાયા હતા. મમતાનું વર્તન કેન્દ્ર સાથે સંઘર્ષરૂપ હતું. રવિવારે બોલપુરમાં જંગી રેલી યોજ્યા બાદ શાહ પત્રકાર પરિષમાં બોલી રહ્યા હતા. તમે CAAનો અમલ ક્યારે કરવાના છો એવા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે કોરોનાના કારણે એના અમલમાં  વિલંબ થયો હતો. કોરોના હળવો થતાં CAAનો અમલ ત્વરિત કરવામાં આવશે.

આ પણ વાંચો….

UKમાં જોવા મળ્યું કોરોનાનું નવું રૂપ પહેલા કરતા વધારે જોખમી, 13 દેશોએ UKની ફ્લાઇટ્સ પર રોક લગાવી