WhatsApp Image 2020 09 11 at 4.38.57 PM

કામરેજ ખાતે ‘સાત પગલા ખેડુત કલ્યાણના’ કાર્યક્રમ યોજાયો

WhatsApp Image 2020 09 11 at 4.38.57 PM

૧૬ ખેડૂતોને ૫.૭૦ લાખ સહાયના મંજુરોપત્રો અપાયા

સુરતઃશુક્રવારઃ-  રાજ્ય સરકારના આત્મનિર્ભર પેકેજ અંતર્ગત ‘સાત પગલા ખેડુત કલ્યાણના’ કાર્યક્રમ હેઠળ કામરેજ ખાતે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અને કિસાન પરિવહન યોજનાના કામરેજ, ઓલપાડ અને ચોર્યાસી તાલુકાના ૧૬ ખેડુત લાભાર્થીઓને રૂા.૫.૭૦ લાખ સહાયના મંજુરીપત્રોનું આરોગ્ય રાજયમંત્રીશ્રી કિશોરભાઈ કાનાણી સહિત મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. જયારે ૩૫૨ લાભાર્થીઓને તબકકાવાર સહાય અપાશે. કામરેજના ઉમામંગલ હોલ ખાતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં મંત્રીશ્રી કિશોરભાઈ કાનાણીએ જણાવ્યું હતું કે, ખેડૂત કલ્યાણના સાત પગલાંના માધ્યમથી કૃષિવિકાસમાં હરણફાળ ભરવી અને કૃષિ-ખેતીવાડી અને ધરતીપુત્રોના આર્થિક ઉત્થાનને બળ આપવાનું સરકારનું મુખ્ય લક્ષ્ય છે. સાથે નવીન પાક ઉત્પાદન, પાકસંગ્રહ, નાના-સિમાંત ખેડૂતોને અદ્યતન ઓજારો વિતરણ, ગાય આધારિત ખેતી, કિસાન પરિવહન યોજના અને પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના દ્વારા રાજયસરકારે કિસાન હિતલક્ષી સાત પગલાંઓ લીધા છે.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, સરકારે બેંકોમાં સરળ લોન નજીવા વ્યાજ દરે પૂરી પાડી છે. રાજય સરકારે કોરોના મહામારી સમયે પણ ગુજરાતની વિકાસની ગતિને અટકવા દીધી નથી એમ, રાજય આરોગ્યમંત્રીશ્રીએ ગર્વ સાથે જણાવ્યું હતું.આ અવસરે ગાંધીનગરથી ઈ-માધ્યમથી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ખેડુતોને સંબોધી યોજનાઓનો લાભ લઈ જીવનધોરણને વધુ ઉન્નત બનાવવાની પ્રેરણા આપી હતી.
કાર્યક્રમમાં ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડિયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રીતિબેન પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી એન.જી. ગામીત, સુરતના આત્મા પ્રોજેકટ ડાયરેક્ટર એન. કે. ગાબાણી, મદદનીશ ખેતી નિયામક અજય પટેલ સહિત લાભાર્થી ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતા

loading…