Pradeep sinh Jadeja

ગંધારા સુગર માં સલવાયેલા જિલ્લાના ખેડૂતો ના રૂ.25 કરોડ પરત ચૂકવવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે

  • કાયાવરોહણની ખેડૂત માર્ગદર્શન સભામાં ગૃહ રાજ્ય મંત્રીએ આપ્યા ખુશી ખબર
  • ગંધારા સુગર માં સલવાયેલા જિલ્લાના ખેડૂતો ના રૂ.25 કરોડ પરત ચૂકવવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે
  • ગુજરાતના ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી ને રાજ્ય સરકારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અમલમાં મૂકી છે: ગુજરાતે પ્રશિક્ષિત ખેડૂત દ્વારા ઉન્નત ખેતીની દિશા દેશને દર્શાવી છે

કાયાવરોહણ માં યોજાયો ખેડૂત માર્ગદર્શન કાર્યક્રમ

૩૦ ઓગસ્ટ:ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા એ કાયાવરોહણ ગામે યોજાયેલી ખેડૂત માર્ગદર્શન સભામાં ખુશીના ખબર આપ્યાં હતા. તેમણે જણાવ્યું કે અસરકારક રજૂઆતોને સંવેદના સાથે ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે ગંધારા સુગરમાં અટવાયેલા સભાસદ ખેડૂતોના રૂ.25 કરોડ પરત ચૂકવવાની કાર્ય યોજના કેબિનેટ માં મંજૂર કરી છે. તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના એ ગુજરાતના ખેડૂતો ના હિતને ધ્યાનમાં રાખીને અમલમાં મુકવામાં આવી છે.ખેતીમાં નુકશાન સામે એક પણ રૂપિયાનું પ્રીમિયમ ભર્યા વગર વીમા સુરક્ષા જેવા છત્રનો લાભ આપનારું ગુજરાત પ્રથમ રાજ્ય છે.

ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું કે કૃષિ મહોત્સવ સહિતના આયોજનો દ્વારા ગુજરાતે ખેતીની બાબતમાં પ્રશિક્ષિત ખેડૂતો દ્વારા ઉન્નત ખેતીની દિશા દેશને દર્શાવી છે.ગુજરાત એ જમીન ચકાસણી શરૂ કરાવી અને ખેડૂતોને પ્રમાણસર પાણી,ખાતર,અને બિયારણ વાપરીને વળતર્યુક્ત ખેતીને ઉત્તેજન આપ્યું છે. તેમણે જણાવ્યું કે નર્મદા સહિત વિવિધ યોજનાઓના વિનિયોગ થી આજે રાજ્યની 75 લાખ હેકટર જમીન સિંચિત થઈ છે અને ખેડૂતોની ખાતર વિષયક સમસ્યાઓનું નિવારણ કરવામાં આવ્યું છે.ગુજરાતે વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના,રાજ્યમાં શાસન કાળથી ખેતીને અગ્રતા આપવાની નીતિનો અમલ કર્યો છે.

ગૃહ રાજ્ય મંત્રી એ જણાવ્યું કે રાજ્યના ખેડૂતોના જમીન અધિકારને સુરક્ષિત રાખવા સરકારે એન્ટી લેન્ડ ગ્રેબીંગ એકટ અમલમાં મૂક્યો છે અને પાસાના કાયદાને વ્યાપક બનાવી વ્યાજખોરી,છેડતી,બાળ શોષણ, સાયબર ગુનાઓ સામે રાજ્યના પ્રજા સમુદાયોને વધુ સુરક્ષાની ખાત્રી આપી છે. તેમણે કોરોના સંકટ સામે રાજ્યની પ્રજાને રક્ષિત રાખવા માટે રાજ્ય સરકારે કરેલી કામગીરી ની વિગતો આપીને કોરોના યોદ્ધા તરીકે પોલીસ અને પ્રશાસન ની સમર્પિત કામગીરીને બિરદાવી હતી.

તેમણે જણાવ્યું કે તાજેતરના વ્યાપક વરસાદ થી ખેડૂતોને થયેલા નુકશાન નો સર્વે વડોદરા જિલ્લા પંચાયતે શરૂ કરાવી દીધો છે.