modi 9

આજે સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિઃ વડાપ્રધાન મોદી કરશે બંગાળનો પ્રવાસ, પરાક્રમ દિવસ કાર્યક્રમમાં લેશે ભાગ

modi 9

નવી દિલ્હી, 23 જાન્યુઆરીઃ પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી પહેલાં નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતી દેશભરમાં ઉજવાઈ રહી છે. આ પ્રસંગે પીએમ મોદી આજે બંગાળના પ્રવાસે રહેશે. જો કે, બંગાળ જતા પહેલા પીએમ આસામની પણ મુલાકાત લેશે. પીએમનો પશ્ચિમ બંગાળનો પ્રવાસ મહત્વનો મનાઈ રહ્યો છે. પીએમ મોદી બપોરે સાડા ત્રણ વાગ્યે કોલકાતામાં નેતાજી ભવનની મુલાકાત લેશે ત્યારબાદ નેશનલ લાઈબ્રેરીમાં કલાકારોને મળશે. અહીં કલાકારો સાથે વાતચીત કરશે.

Whatsapp Join Banner Guj

ત્યારબાદ પીએમ 4.30 વાગ્યે કોલકાતાના વિક્ટોરિયા મેમોરિયલમાં પરાક્રમ દિવસ કાર્યક્રમમાં લેશે ભાગ. આ પ્રસંગે પીએમ મોદી સંબોધન પણ કરશે. પીએમ મોદી પરાક્રમ દિવસ હોવાથી દેશના યુવાનોને દેશભક્તિ માટે પ્રેરિત કરશે.

આજે 125મી નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેતાજીના પરાક્રમને યાદ કરતા તેમને નમન કર્યા છે. તેમણે ટ્વીટર પર લખ્યું હતું કે મહાન સ્વતંત્રતા સેનાની અને ભારત માતાના સાચ્ચા સપૂત નેતાજી સુભાષ ચંદ્ર બોસને તેમની જન્મજયંતિ પર શત-શત નમન. કૃતજ્ઞ રાષ્ટ્ર દેશની આઝાદી માટે તેમના ત્યાગ અને સમર્પણને સદા યાદ રાખવામાં આવશે.

GEL ADVT Banner

આ પણ વાંચો….

ગુજરાત સરકારની મોટી જાહેરાતઃ વિવાહ કરનારા લોકો માટે ખુશ ખબર, હવે લગ્ન પ્રંસગમાં બહોળી સંખ્યામાં મહેમાનને કરી શકશો આમંત્રિત