general vk singh1618751357919

દેશની દયનીય સ્થિતિઃ આ કેન્દ્રિયમંત્રી(v.k.singh)ના ભાઇ માટે પણ હોસ્પિટલમાં બેડ નથી, મંત્રીએ માંગી મદદ..!

નવી દિલ્હી, 19 એપ્રિલઃ કોરોનાનો કહેર દેશમાં વધી રહ્યો છે, જેમાં નેતા હોય કે અભિનેતા કોઇ બચી શક્યા નથી. આજે દેશની દયનીય સ્થિતિ છે, એક તરફ કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, તો બીજી તરફ હોસ્પિટલમાં બેડ ખાલી નથી. એમ્યુલન્સ અને સ્મશાનમાં વેટિંગ છે. આ દેશની હાલત જોતા ભલાભલાને કંપારી આવી જાય છે. તાજેતરમાં જ કેન્દ્રિયમંત્રી જનરલ વી.કે.સિંહે(v.k.singh) પોતાના ભાઇ માટે મદદ માંગી હતી. જી, હાં કેન્દ્રિય મંત્રી(v.k.singh)ના ભાઇને હોસ્પિટલમાં ખાલી બેડ ન મળતા ટ્વીટર પર મદદ માંગવાની જરુર પડી.

v.k.singh

કેન્દ્રીય મંત્રી જનરલ વી.કે.સિંહે(v.k.singh) એક ટ્વીટ કરીને સૌ કોઇને ચોંકાવી દીધા છે. તેમણે પોતાના ટ્વીટમાં મદદની માંગણી કરી છે. તેમણે ટ્વીટ મારફતે તેમના કોરોના સંક્રમિત ભાઈને હોસ્પિટલમાં બેડ મળી જાય તેવી વિનંતી કરી છે. તેમણે ટ્વિટર પર ટ્વીટ કર્યું છે કે, જેમાં તેમણે સીએમ યોગીનાં માહિતી સલાહકાર શલભ મણિ ત્રિપાઠી, ગાઝિયાબાદનાં ડીએમ, નોઈડાનાં ધારાસભ્ય પંકજસિંહને ટેગ કર્યા છે.

v.k.singh

જો કે આ વાત પર સ્પષ્ટતા આપતાં જનરલ વી.કે.સિંહે(v.k.singh) કહ્યું હતું કે, ‘મેં આ ટ્વીટ દ્વારા આ વિનંતી એટલા માટે કરી હતી કે જેથી જિલ્લા વહીવટ પીડિત સુધી પહોંચે અને તેમના ભાઈને જોઇતી તબીબી સહાય આપી શકે. તે મારા ભાઈ નથી, અમારો લોહીનો સબંધ નથી, પરંતુ અમારો માનવતા સાથે સંબંધ છે. મને લાગે છે કે કેટલાક લોકોને તે ગમ્યું નથી.’

v.k.singh

ઉલ્લેખનીય છે કે, સતત વધી રહેલા કેસો સામે સરકાર પણ લાચાર હોય તેવું નજરે પડી રહ્યું છે. હોસ્પિટલમાં સારવાર મેળવવા માટે દર્દીઓને નવા બેડ મેળવવામાં પણ મુશ્કેલી થઈ રહી છે. તે જોતા દેશમાંથી કોરોના કાબુ બહાર હોય તેમ લાગી રહ્યું છે અને સ્થિતિ ભયાવહ બની છે. દેશમાં કોરોનાનાં કેસો કૂદકે ને ભૂસકે વધતા જાય છે, તેમજ દિન પ્રતિદિન નવો રેકોર્ડ સર્જતા જાય છે. તેની વચ્ચે સૌપ્રથમ વખત ઠીક થયેલા દર્દીઓનો આંકડો વધારે નોંધવામાં આવ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2.55 લાખ થી વધુ નવા કેસો નોંધાયા છે. જ્યારે પ્રથમ વખત સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1.30 લાખથી વધુ થવા જાય છે. જેથી કુલ કેસો હવે 1.46 કરોડને પાર થયા છે.

આ પણ વાંચો….

મેડિકલ કોલેજમાં પુરતો ઓક્સિજન ન મળતા(due to oxygen) એક જ દિવસમાં 12 મેડિકલ વિદ્યાર્થી મૃત્યુ પામ્યા- વાંચો સંપૂર્ણ અહેવાલ