Voting for the presidential election

Voting for the presidential election: રાષ્ટ્રપતિ ચૂંટણીના મતદાનનો આરંભ, ગુજરાતના મુખ્યમંત્રીએ કર્યુ વોટિંગ

Voting for the presidential election: સંસદ ભવન અને રાજ્યોની વિધાનસભાઓમાં દેશભરના લગભગ 4800 ધારાસભ્ય અને સાંસદ મત આપશે

નવી દિલ્હી, 18 જુલાઇઃ Voting for the presidential election: આજે દેશના 15માં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે મતદાન થશે. રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ચૂક્યું છે. સંસદ ભવન અને રાજ્યોની વિધાનસભાઓમાં દેશભરના લગભગ 4800 ધારાસભ્ય અને સાંસદ મત આપશે. NDA તરફથી દ્રૌપદી મુર્મૂ ઉમેદવાર છે તો વિપક્ષે પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિંહાને મેદાનમાં ઉતાર્યા છે. મતોનું ગણિત જોતા NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મૂનું પલડું ભારે નજર આવી રહ્યું છે. 

નોંધનીય છે કે, ગુજરાતના મુખ્યમંત્રીએ પણ આજ સવારના રોજ ગાંધીનગર ખાતે રાષ્ટ્રપતિના ચૂંટણી માટે પોતાનું મત આપ્યુ છે.

આ પણ વાંચોઃ Monsoon Health Tips: ચોમાસામાં સ્વાસ્થય રહેવા આ ફળોનું કરો સેવન

દિલ્હી ખાતે સંસદ ભવનમાં પહેલા માળે રૂમ નંબર 63માં મતદાન થશે. સવારે 10:00 થી સાંજના 5:00 વાગ્યા સુધી બેલેટ પેપર દ્વારા મતદાન થશે. સાંસદોએ બેલેટ પેપર પર રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામ સામે તેમની પસંદગીની નોંધણી કરવાની રહેશે.મતદાનનું પરિણામ 21 જુલાઈના રોજ જાહેર કરવામાં આવશે ત્યારબાદ 25 જુલાઈના રોજ નવા રાષ્ટ્રપતિનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. દ્રૌપદી મુર્મૂની જીતથી આદિવાસી સમુદાયની મહિલા માટે પ્રથમ વખત દેશના ટોચના બંધારણીય પદ પર પહોંચવાનું શક્ય બનશે.

આ પણ વાંચોઃ Shravan month 2022 in gujarat: ગુજરાતી પંચાંગ મુજબ આ તારીખથી શરુ થશે શ્રાવણ મહિનો- વાંચો વિગત

Gujarati banner 01