Youth Model Assembly

Youth Model Assembly: ગુજરાત વિધાનસભામાં આજે ‘યુવા મોડેલ એસેમ્બલી’ કાર્યક્રમ યોજાયો, CMએ કર્યુ ઉદઘાટન

Youth Model Assembly: ૧૦૦ વર્ષ અને ભારતની સ્વતંત્રતાના હિરક જયંતી વર્ષની ઉજવણી’’ના ભાગરૂપે દેશની જુદી જુદી વિધાનસભાઓમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવાનું નક્કી કરાયું.

ગાંધીનગર, 21 જુલાઇઃ Youth Model Assembly: ગુજરાત વિધાનસભા ખાતે આજે ‘ગણેશ વાસુદેવ માવળંકર સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યુરો’ તથા ‘ધી સ્કુલ પોસ્ટ’ના સંયુક્ત ઉપક્રમે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્ય ના અધ્યક્ષસ્થાને ‘યુવા મોડેલ એસેમ્બલી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનુ ઉદ્ધાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરાયું હતું.

આ પ્રસંગે સંસદીય મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના મંત્રી હર્ષ સંઘવી, ગુજરાત વિધાનસભા શાસક પક્ષના દંડક, પંકજભાઈ દેસાઈ, ગુજરાત વિધાનસભા વિપક્ષના ઉપનેતા શૈલેષભાઈ પરમાર સહિત મંત્રીમંડળના સભ્યો, પૂર્વ મંત્રીશ્રીઓ, ધારાસભ્યઓ અને યુવા મોડલ એસેમ્બલી માં ભાગ લેનારા યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ Rules for gemstones: કોઈપણ રત્ન ધારણ કરતી વખતે આ 10 નિયમોનું ધ્યાન રાખો, નહીં તો થઈ શકે છે નુકસાન

આ પણ વાંચોઃ 150 workers joined BJP: ભરૂચ જિલ્લા કોંગ્રેસના ગઢમાં ગાબડું સુવા ગામના ૧૫૦ જેટલા આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાયા

Gujarati banner 01