10 extra train: જાણો..પશ્ચિમ રેલવે કઈ 10 વધારાની ટ્રેનોનું શરૂ કર્યું પરિચાલન

Train passenger 2

10 extra train: પશ્ચિમ રેલ્વે દ્વારા અમદાવાદ થી વિવિધ સ્થળો માટે 5 વધારાની વિશેષ ટ્રેનોનું પરિચાલન 5 ટ્રેનો અમદાવાદ ડિવિઝન માંથી પસાર થશે

 અમદાવાદ , ૩૧ માર્ચ: 10 extra train: પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની સુવિધા અને માંગને ધ્યાનમાં રાખીને, અમદાવાદથી વિવિધ સ્થળો માટે 5 વધારાની વિશેષ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને 5 ટ્રેનો અમદાવાદ ડિવિઝનમાંથી પસાર થશે.

            ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી દિપકકુમાર ઝાના જણાવ્યા મુજબ આ વિશેષ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.:-

  1. ટ્રેનનં. 09403/09404 અમદાવાદ-સુલતાનપુર સાપ્તાહિક સુપરફાસ્ટ વિશેષ

 ટ્રેન નં. 09403 અમદાવાદ-સુલતાનપુર સાપ્તાહિક સુપરફાસ્ટ વિશેષ મંગળવારે 07.50 વાગ્યે અમદાવાદથી ઉપડશે અને બીજા દિવસે 12.00 વાગ્યે સુલતાનપુર પહોંચશે. આ ટ્રેન 13 એપ્રિલ 2021 થી આગળની સૂચના સુધી દોડશે. આવી જ રીતે ટ્રેન નં. 09404 સુલતાનપુર-અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ વિશેષ બુધવારે 18.05 વાગ્યે સુલતાનપુરથી ઉપડશે અને બીજા દિવસે 22.00 વાગ્યે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન 14 એપ્રિલ 2021 થી આગળની સૂચના સુધી દોડશે. આ ટ્રેન મુસાફરી દરમિયાન બંને દિશામાં સાબરમતી, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ, અજમેર, જયપુર, અલવર, રેવાડી, ગુડગાંવ, દિલ્હી કેન્ટ, દિલ્હી જંકશન, મુરાદાબાદ, બરેલી, લખનઉ, નિહાલગઢ અને મુસાફિરખાના સ્ટેશનો પર રોકાશે. પ્રવાસ. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ બેઠક કોચ રહેશે.

2. ટ્રેનનં. 09409/09410 અમદાવાદ-ગોરખપુરદ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ વિશેષ

 ટ્રેન નં. 09409 અમદાવાદ-ગોરખપુર દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ વિશેષ દર ગુરુવાર અને શનિવારે 09.50 વાગ્યે અમદાવાદથી ઉપડશે અને બીજા દિવસે સવારે 16.55 વાગ્યે ગોરખપુર પહોંચશે. આ ટ્રેન 15 એપ્રિલ 2021 થી આગળની સૂચના સુધી દોડશે. આવી જ રીતે ટ્રેન નં. 09410 ગોરખપુર-અમદાવાદ એક્સપ્રેસ વિશેષ ગોરખપુરથી દર સોમવારે અને શનિવારે 05.00 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 11.00 વાગ્યે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન 17 એપ્રિલ 2021 થી આગળની સૂચના સુધી દોડશે. આ ટ્રેન મુસાફરી દરમિયાન બંને દિશામાં સાબરમતી, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, ફાલના, અજમેર, જયપુર, ગાંધીનગર જયપુર, દૌસા, બાંદીકૂઇ જંકશન, ભરતપુર જંકશન, અછનેરા, મથુરા, હાથરસ સિટી, સિકંદરા રાવ, કાસગંજ, ગંજ ડુંડવારા, ફર્રુખાબાદ , કન્નૌજ, કાનપુર અનવરગંજ, કાનપુર સેન્ટ્રલ, લખનઉ, બારાબંકી, ગોંડા, બસ્તી અને ખલીલાબાદ સ્ટેશનો પર રોકાશે. ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ બેઠક કોચ રહેશે.

3. ટ્રેનનં. 09421/09422 અમદાવાદ-પટના સાપ્તાહિક એક્સપ્રેસ વિશેષ

ટ્રેન નં. 09421 અમદાવાદ-પટના સાપ્તાહિક એક્સપ્રેસ વિશેષ દર રવિવારે 21.50 વાગ્યે અમદાવાદથી ઉપડશે અને ત્રીજા દિવસે મંગળવારે 03.50 વાગ્યે પટના પહોંચશે. આ ટ્રેન 11 એપ્રિલ 2021 થી આગળની સૂચના સુધી દોડશે. આવી જ રીતે ટ્રેન નં. 09422 પટના-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ વિશેષ દર મંગળવારે 10.15 વાગ્યે પટનાથી ઉપડશે અને બીજા દિવસે 17.45 વાગ્યે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન 13 એપ્રિલ 2021 થી આગળની સૂચના સુધી દોડશે. આ ટ્રેન મુસાફરી દરમિયાન બંને દિશામાં નડિયાદ, આણંદ, છાયાપુરી, દાહોદ, રતલામ, નાગદા, ઉજ્જૈન, બેરછા, શુજાલપુર, સિહોર, સંતહિરદારામ નગર, વિદિશા, બીના, સાગૌર, દમોહ, કટની મુરવારા, સતના, માનીકપુર, પ્રયાગરાજ જંકશન, પ્રયાગરાજ રામબાગ, જ્ઞાનપુર રોડ, વારાણસી, કાશી, પંડિત દીન દયાળ ઉપાધ્યાય જંકશન, બક્સર, આરા અને દાનાપુર સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ બેઠક કોચ રહેશે.

ADVT Dental Titanium

4. ટ્રેનનં. 09411/09412 અમદાવાદ-લખનઉ સાપ્તાહિક એક્સપ્રેસ વિશેષ

ટ્રેન નં. 09411 અમદાવાદ-લખનઉ સાપ્તાહિક વિશેષ એક્સપ્રેસ દર સોમવારે 09.50 વાગ્યે અમદાવાદથી ઉપડશે અને બીજા દિવસે 10.40 વાગ્યે લખનઉ પહોંચશે. આ ટ્રેન  12 એપ્રિલ 2021 થી આગળની સૂચના સુધી દોડશે. આવી જ રીતે ટ્રેન નં. 09412 લખનઉ-અમદાવાદ સાપ્તાહિક વિશેષ એક્સપ્રેસ દર મંગળવારે લખનઉથી 22.55 વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે ગુરુવારે 01.00 વાગ્યે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન 13 એપ્રિલ 2021 થી આગળની સૂચના સુધી દોડશે. આ ટ્રેન મુસાફરી દરમિયાન બંને દિશામાં મહેસાણા, પાલનપુર, આબુ રોડ, પિંડવાડા, ફાલના, રાની, મારવાડ જંકશન, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર, જયપુર, બાંદિકુઇ, ભરતપુર, અચ્છનેરા, મથુરા જંકશન, મથુરા કેન્ટ, હાથરસ સિટી, કાસગંજ, ફરૂખાબાદ, કન્નૌજ, કાનપુર અનવરગંજ, કાનપુર સેન્ટ્રલ અને ઉન્નાવ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ બેઠક કોચ રહેશે.

5. ટ્રેનનં. 09407/09408 અમદાવાદ-વારાણસી સાપ્તાહિક એક્સપ્રેસ વિશેષ

ટ્રેન નં. 09407 અમદાવાદ-વારાણસી સાપ્તાહિક એક્સપ્રેસ વિશેષ અમદાવાદથી દર ગુરુવારે 21.40 વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે શનિવારે 05.40 વાગ્યે વારાણસી પહોંચશે. આ ટ્રેન 15 એપ્રિલ 2021 થી આગળની સૂચના સુધી દોડશે. આવી જ રીતે ટ્રેન નં. 09408 વારાણસી-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ વિશેષ વારાણસીથી દર શનિવારે 15.35 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 22.00 વાગ્યે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન 17 એપ્રિલ 2021 થી આગળની સૂચના સુધી દોડશે. આ ટ્રેન મુસાફરી દરમિયાન બંને દિશામાં સાબરમતી, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ જંકશન, બ્યાવર, અજમેર, જયપુર, અલવર, રેવાડી, ગુડગાંવ, દિલ્હી કેન્ટ., દિલ્હી, મુરાદાબાદ, બરેલી, લખનઉ, નિહાલગઢ, સુલતાનપુર અને જૌનપુર સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં  એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ બેઠક કોચ રહેશે.

6. ટ્રેનનં. 02937/02938 ગાંધીધામ-હાવડા સાપ્તાહિક સુપરફાસ્ટ વિશેષ

 ટ્રેન નં. 02937 ગાંધીધામ-હાવડા સાપ્તાહિક સુપરફાસ્ટ વિશેષ ગાંધીધામથી દર શનિવારે 18.00 વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે સોમવારે 12.55 વાગ્યે હાવડા પહોંચશે. આ ટ્રેન 10 એપ્રિલ 2021 થી આગળની સૂચના સુધી દોડશે. આવી જ રીતે ટ્રેન નં .02938 હાવડા-ગાંધીધામ સાપ્તાહિક એક્સપ્રેસ વિશેષ હાવડાથી દર સોમવારે 23.00 વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે બુધવારે 14.55 વાગ્યે ગાંધીધામ પહોંચશે. આ ટ્રેન 12 એપ્રિલ 2021 થી આગળની સૂચના સુધી દોડશે. આ ટ્રેન મુસાફરી દરમિયાન બંને દિશામાં સામાખિયાલી, ધ્રાંગધ્રા, અમદાવાદ, વડોદરા, રતલામ, કોટા, આગ્રા ફોર્ટ, ટુંડલા, કાનપુર સેન્ટ્રલ, પ્રયાગરાજ જંકશન, પંડિત દીન દયાળ ઉપાધ્યાય જંકશન, સાસારામ, ગયા, ધનબાદ અને આસનસોલ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ બેઠક કોચ રહેશે

7. ટ્રેનનં. 09493/09494 ગાંધીધામ-પુરી સાપ્તાહિક સુપરફાસ્ટ વિશેષ એક્સપ્રેસ

ટ્રેન નં. 09493 ગાંધીધામ-પુરી સાપ્તાહિક સુપરફાસ્ટ વિશેષ એક્સપ્રેસ ગાંધીધામથી દર શુક્રવારે 23.05 વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે રવિવારે 14.25 વાગ્યે પુરી પહોંચશે. આ ટ્રેન 16 એપ્રિલ 2021 થી આગળની સૂચના સુધી દોડશે. આવી જ રીતે ટ્રેન નં. 09494 પુરી-ગાંધીધામ સાપ્તાહિક સુપરફાસ્ટ વિશેષ એક્સપ્રેસ દર સોમવારે 20.00 વાગ્યે પુરી ઉપડશે અને ત્રીજા દિવસે બુધવારે 11.25 વાગ્યે ગાંધીધામ પહોંચશે. આ ટ્રેન 19 એપ્રિલ 2021 થી આગળની સૂચના સુધી દોડશે. આ ટ્રેન મુસાફરી દરમિયાન બંને દિશામાં ભચાઉ, સામાખિયાલી, અમદાવાદ, વડોદરા, સુરત, નંદુરબાર, જલગાંવ, ભુસાવલ, નાગપુર, ગોંદિયા, દુર્ગ, રાયપુર, ખરીયર રોડ, કાંતાબંજી, ટીટલાગઢ, બલનગીર, બરગઢ રોડ, સંબલપુર, અંગુલ, ઢેંકનાલ, ભુવનેશ્વર અને ખુર્દા રોડ જંકશન સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ બેઠક કોચ રહેશે

Whatsapp Join Banner Guj

8. ટ્રેનનં. 09579/09580 રાજકોટ-દિલ્હી સરાય રોહિલા સાપ્તાહિક સુપરફાસ્ટ વિશેષ એક્સપ્રેસ

ટ્રેન નં. 09579 રાજકોટ-દિલ્હી સરાય રોહિલા સાપ્તાહિક સુપરફાસ્ટ વિશેષ એક્સપ્રેસ દર ગુરુવારે 14.50 વાગ્યે રાજકોટથી ઉપડશે અને બીજા દિવસે 10.10 વાગ્યે દિલ્હી સરાહી રોહિલા પહોંચશે. આ ટ્રેન 15 એપ્રિલ 2021 થી આગળની સૂચના સુધી દોડશે. આવી જ રીતે ટ્રેન નં. 09580 દિલ્હી સરાહી રોહિલા-રાજકોટ સાપ્તાહિક સુપરફાસ્ટ વિશેષ એક્સપ્રેસ દર શુક્રવારે દિલ્હી સરાય રોહિલાથી 13.20 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 09.00 વાગ્યે રાજકોટ પહોંચશે. આ ટ્રેન 16 એપ્રિલ 2021 થી આગળની સૂચના સુધી દોડશે. આ ટ્રેન મુસાફરી દરમિયાન બંને દિશામાં વાંકાનેર, સુરેન્દ્ર નગર, વિરમગામ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, પિંડવાડા, ફાલના, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર જયપુર, દૌસા, બાંદીકૂઇ જંકશન, અલવર, ખેરથલ, રેવારી, ગુડગાંવ અને દિલ્હી કેન્ટ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ બેઠક કોચ રહેશે

9. ટ્રેન નં. 09237/09238 રાજકોટ-રીવા સાપ્તાહિક સુપરફાસ્ટ વિશેષ એક્સપ્રેસ

 ટ્રેન નં. 09237 રાજકોટ-રીવા સાપ્તાહિક સુપરફાસ્ટ વિશેષ એક્સપ્રેસ દર રવિવારે 13.45 વાગ્યે રાજકોટથી ઉપડશે અને બીજા દિવસે 17.15 વાગ્યે રીવા પહોંચશે. આ ટ્રેન 11 એપ્રિલ 2021 થી આગળની સૂચના સુધી દોડશે. આવી જ રીતે ટ્રેન નં. 09238 રીવા-રાજકોટ સાપ્તાહિક સુપરફાસ્ટ વિશેષ એક્સપ્રેસ રીવાથી દર સોમવારે 20.55 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 22.40 વાગ્યે રાજકોટ પહોંચશે. આ ટ્રેન 12 એપ્રિલ 2021 થી આગળની સૂચના સુધી દોડશે. આ ટ્રેન મુસાફરી દરમિયાન બંને દિશામાં વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નંદુરબાર, અમલનેર, જલગાંવ, ભૂસાવાલ, બુરહાનપુર, ખંડવા, ઇટારસી, પીપરીયા, નરસિંહપુર, જબલપુર, કટની, મેહર અને સતના સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ બેઠક કોચ રહેશે

10. ટ્રેન નં. 09260/09259 ભાવનગર-કોચુવેલી સાપ્તાહિક વિશેષ એક્સપ્રેસ

 ટ્રેન નં. 09260 ભાવનગર-કોચુવેલી સાપ્તાહિક વિશેષ એક્સપ્રેસ ભાવનગરથી દર મંગળવારે 10.05 વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે ગુરુવારે 04.00 વાગ્યે કોચુવેલી પહોંચશે. આ ટ્રેન 13 એપ્રિલ 2021 થી આગળની સૂચના સુધી દોડશે. આવી જ રીતે ટ્રેન નં. 09259 કોચુવેલી-ભાવનગર સાપ્તાહિક વિશેષ એક્સપ્રેસ કોચુવેલીથી દર ગુરુવારે 15.45 વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે 12.25 વાગ્યે ભાવનગર પહોંચશે. આ ટ્રેન 15 એપ્રિલ 2021 થી આગળની સૂચના સુધી દોડશે. આ ટ્રેન મુસાફરી દરમિયાન બંને દિશામાં સિહોર ગુજરાત, ઢોલા, બોટાદ, જોરાવરનગર, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, અંકલેશ્વર, સુરત, વસઈ રોડ, પનવેલ, રોહા, ચિપલુન, રત્નાગીરી, સિંધુદુર્ગ, થિવિમ, મડગાંવ, કારવાર, કુમતા, બૈંદૂર, ઉદૂપી, મંગ્લોર જંકશન, કસારાગોડ, કન્નુર, થલાસ્સેરી, કોઝિકોડ, તિરુર, શોરાનુર, ત્રિસુર, અલુવા, એર્નાકુલમ, કોટ્ટયમ, તિરુવલ્લાચેંગાનુર, કયનાકુલમ અને કોલ્લમ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ બેઠક કોચ રહેશે

ટ્રેન નંબર 09260 ને પયન્નુર અને વદકરા સ્ટેશનો પર વધારાનો સ્ટોપજ આપવામાં આવ્યો છે.

ટ્રેન નંબર 09403,02937 અને 09237 નું બુકિંગ 03 એપ્રિલ 2021 થી, ટ્રેન નંબર 09421 નું બુકિંગ 04 એપ્રિલ 2021 થી, ટ્રેન નંબર 09411 અને 09260 નું બુકિંગ  06 એપ્રિલ 2021 થી, ટ્રેન નંબર 09407,09579 તથા 09409 નું બુકિંગ 07 એપ્રિલ, 2021 થી અને ટ્રેન નંબર 09493 નું બુકિંગ 08 એપ્રિલ 2021 થી નિયુક્ત પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી વેબસાઇટ પર ખુલશે. તમામ આરક્ષિત ટ્રેનોને 15 જૂન, 2021 સુધી ખાસ ભાડા પર અને ત્યારબાદ સામાન્ય ભાડા પર વિશેષ ટ્રેનો તરીકે દોડાવવામાં આવશે. ટ્રેનની સંયોજના, ફ્રિક્વન્સી અને પરિચાલન દિવસો અને સ્ટોપજ પર વિસ્તૃત માહિતી માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

આ પણ વાંચો…આ મહિલા છે અનોખી બીમારી(hearing loss)ની શિકારઃ જેના કારણે નથી સંભળાતો પુરુષોનો અવાજ