ADI Division Employees Honored

ADI Division Employees Honored: રેલવે સંરક્ષામાં ઉત્કૃષ્ટ કાર્ય માટે ચાર રેલવે કર્મચારીઓ સન્માનિત

ADI Division Employees Honored: રેલવે મેનેજર સુધીર કુમાર શર્માએ મંડળના 04 રેલવે કર્મચારીઓને સુરક્ષિત ટ્રેન પરિચાલનમાં ઉત્કૃષ્ટ કાર્ય અમલીકરણ માટે સન્માનિત કર્યા

અમદાવાદ, 08 જાન્યુઆરીઃ ADI Division Employees Honored: પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળ પર મંડળ રેલવે મેનેજર સુધીર કુમાર શર્માએ મંડળના 04 રેલવે કર્મચારીઓને સુરક્ષિત ટ્રેન પરિચાલનમાં ઉત્કૃષ્ટ કાર્ય અમલીકરણ માટે સન્માનિત કર્યા. આ રેલવે કર્મચારીઓને ડ્યુટી દરમિયાન તેમની સજાગતા અને સતર્કતાના કારણે અપ્રિય ઘટનાઓને રોકવામાં તેમના યોગદાન માટે પ્રમાણ-પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા.

સિનિયર મંડળ સંરક્ષા અધિકારી રાકેશ કુમાર ખરાડીએ માહિતી આપતાં જણાવ્યું કે રાજેશ કુમાર ખન્ના લોકો પાયલોટ-સાબરમતી, રામ ચંદ્ર મીણા પોઈન્ટ્સ મેન-લાકડીયા, ધનંજય કુમાર અવસ્થી સ્ટેશન માસ્ટર સાણંદ અને રમેશ ડી. ઝાલા પોઈન્ટ્સ મેન-જક્સી ને પ્રમાણ-પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા.

સન્માનિત કર્મચારીઓએ રેલ સંરક્ષામાં ટ્રેક પર ઝાડ પડ્યું હોય, બ્રેક બીમનું હેન્ગર તૂટેલું હોય, વેગનમાં ચિનગારી દેખાવી અને રોડ લટકી ગયેલો મળવો જેવી ખામીઓ જણાવા પર તરત જ યોગ્ય કાર્યવાહી કરીને અમંગળ ઘટના અને સંભવિત નુકસાનથી બચાવ કરાવ્યો હતો.

મંડળ રેલવે મેનેજર સુધીર કુમાર શર્માએ આ સજાગ સંરક્ષા રેલવે પ્રહરીઓનો ઉત્સાહ વધાર્યો. અને કહ્યું કે યાત્રીઓની સંરક્ષા આપણી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને જ્યારે પણ રેલવે કર્મચારી પોતાની ડ્યુટી દરમિયાન સજાગતા અને સતર્કતાથી કામ કરે છે ત્યારે અમને સેફ ટ્રેન વર્કિંગમાં મદદ મળે છે. અમને આ રેલવે કર્મચારીઓ પર ગર્વ છે.

આ પણ વાંચો…. PM Modi Interacted Beneficiaries of Bharat Sankalp Yatra: પ્રધાનમંત્રીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો