Ahmedabad-Barauni Special: 27 જાન્યુઆરી 2022 થી અમદાવાદ-બરૌની સ્પેશિયલ સપ્તાહમાં એક દિવસ આસનસોલ સુધી દોડશે.

અમદાવાદ , ૦૧ ઓક્ટોબર: Ahmedabad-Barauni Special: રેલવે પ્રશાસન દ્વારા પેસેન્જરોની માંગ અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ – બારૌની સ્પેશિયલ ટ્રેન અઠવાડિયામાં એક વખત આસનસોલ સુધી દોડશે. આ ટ્રેનની વિગતો નીચે મુજબછે:-

ટ્રેન નં. 09435/09436 (Ahmedabad-Barauni Special) અમદાવાદ-આસનસોલ-અમદાવાદ સ્પેશિયલ (સાપ્તાહિક)

ટ્રેન નં. 09435 અમદાવાદ – આસનસોલ સ્પેશિયલ 27 જાન્યુઆરી 2022 થી આગળની સૂચના સુધી દર ગુરુવારે અમદાવાદથી 00:35 કલાકે ઉપડશે અને બીજા દિવસે 20:55 કલાકે આસનસોલ પહોંચશે. એ જ રીતે, પરતમાં  ટ્રેન નંબર 09436 આસનસોલ-અમદાવાદ 29 જાન્યુઆરી 2022 થી આગળની સૂચના સુધી આસનસોલથી દર શનિવારે  19:45 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે બપોરે 12:40 કલાકે અમદાવાદ પહોંચશે.

બંને દિશામાં આ ટ્રેન આણંદ, વડોદરા, સુરત, નંદુરબાર, દૌંડાઈચા, અમલનેર, ભુસાવલ, ઇટારસી, હબીબગંજ, લલિતપુર, ટીકમગઢ, ખડકપુર, મહારાજ છત્રસાલ સ્ટેશન છતરપુર, ખજુરાહો, મહોબા, બાંદા, ચિત્રકૂટ ધામ કરવી,પ્રયાગરાજ છિવકી, પં. દીનદયાળ ઉપાધ્યાય, બક્સર, આરા, દાનાપુર, પટના, ઝાઝા, જસીડીહ, મધુપુર અને ચિત્તરંજન સ્ટેશનો પર રોકાશે.આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસના રિઝર્વ કોચ હશે.

તા. 27 જાન્યુઆરી 2022 થી (દર ગુરુવારે) ટ્રેન નંબર 09083 બરૌની – અમદાવાદ સ્પેશિયલ ટ્રેન અમદાવાદથી અને તા, 29 જાન્યુઆરી 2022 થી (દર શનિવાર) ટ્રેન નં. 09084 બરૌની – અમદાવાદ સ્પેશિયલ કાયમ માટે રદ કરવામાં આવશે.

ટ્રેન નંબર 09435 ની ટિકિટનું બુકિંગ 04 ઓકટોબર, 2021 થી નિયુક્ત પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થશે.

ઉપરોક્ત ટ્રેન ખાસ ભાડા પર સંપૂર્ણ રીતે આરક્ષિત ટ્રેન તરીકે ચાલશે. આ વિશેષ ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપેજ અને સ્ટ્રક્ચર સંબંધિત વિગતવાર માહિતી માટે, યાત્રી વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

આ પણ વાંચો…qatar is disappointed to taliban: કતારની તાલિબાનને સલાહ, કહ્યુ- કતાર પણ ઇસ્માલિક દેશ છે, દેશ ચલાવતા તેમણે અમારી પાસેથી શીખવું જોઇએ!

Whatsapp Join Banner Guj