qatar is disappointed to taliban

qatar is disappointed to taliban: કતારની તાલિબાનને સલાહ, કહ્યુ- કતાર પણ ઇસ્માલિક દેશ છે, દેશ ચલાવતા તેમણે અમારી પાસેથી શીખવું જોઇએ!

qatar is disappointed to taliban: કતારના વિદેશ મંત્રી શેખ મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન અલ થાનીએ જણાવ્યુ કે યુરોપિયન ફોરેન પોલિસી ચીફ જોસેફ બોરેલની સાથે વાતચીત કરી અને કેટલાક મુદ્દા સહિત અફઘાનિસ્તાનમાં યુવતીઓના શિક્ષણ પર રોકને નિરાશાજનક ગણાવી

દોહા, 01 ઓક્ટોબરઃ qatar is disappointed to taliban: તાલિબાનને ખુલ્લા મને સમર્થન આપનાર દેશ કતાર હાલ આ સંગઠનથી ઘણો નારાજ છે. કતારના ઉચ્ચ રાજદ્વારીએ કહ્યુ કે યુવતીઓના શિક્ષણને લઈને તાલિબાનનુ વલણ ઘણુ નિરાશ કરનારુ છે અને આ પગલુ અફઘાનિસ્તાનને વધુ પાછળ ધકેલી દેશે. તેમનુ એ પણ કહેવુ હતુ કે જો ખરેખર તાલિબાને એક ઈસ્લામિક સિસ્ટમ પોતાના દેશમાં ચલાવવી છે તો તાલિબાને કતાર પાસેથી શીખવુ જોઈએ.

કતારના વિદેશ મંત્રી શેખ મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન અલ થાનીએ જણાવ્યુ કે યુરોપિયન ફોરેન પોલિસી ચીફ જોસેફ બોરેલની સાથે વાતચીત કરી અને કેટલાક મુદ્દા સહિત અફઘાનિસ્તાનમાં યુવતીઓના શિક્ષણ પર રોકને નિરાશાજનક ગણાવી. તેમણે કહ્યુ કે તાજેતરમાં જ અફઘાનિસ્તાનમાં જે રીતે પગલા ઉઠાવાયા છે, તે દુર્ભાગ્યપૂર્ણ છે. આ જોઈને ઘણી નિરાશા(qatar is disappointed to taliban) થઈ છે કે આ કંઈક એવા સ્ટેપ્સ લેવામાં આવ્યા છે જેનાથી અફઘાનિસ્તાન વિકાસની રાહમાં ઘણુ પાછળ જઈ શકે છે.

આ પણ વાંચોઃ India corona case update: કોરોના વાયરસના કેસમાં વધારો, આગામી છથી આઠ અઠવાડિયા ખૂબ જ મહત્વના- વાંચો વિગત

કતારે કાબુલ એરપોર્ટના ઓપરેશન સંભાળવામાં મદદ કરી હતી. આ સિવાય હજારો વિદેશીઓ અને અફઘાનીઓને પણ દેશમાંથી કાઢવામાં મદદ કરી હતી. આ અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબ્જા બાદ ત્યાં પોતાના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ મોકલનારા કતાર દુનિયાનો પહેલો દેશ પણ બન્યો હતો.

Whatsapp Join Banner Guj