GM AWD 2

Ahmedabad Division: 66 માં રેલ સપ્તાહ દરમિયાન પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળને મળી 06 રનિંગ શિલ્ડ

Ahmedabad Division: 08 અધિકારીઓ અને 15 કર્મચારીઓને જનરલ મેનેજર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા

અમદાવાદ, ૨૧ જુલાઈ: Ahmedabad Division: 66 માં રેલ્વે સપ્તાહ દરમિયાન મુંબઇમાં આયોજિત એક કાર્યક્રમમાં પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર આલોક કંસલ દ્વારા અમદાવાદ મંડળના 08 અધિકારીઓ અને 15 રેલ કર્મચારીઓને પ્રશસ્તિપત્રો, મેડલ અને રોકડ ઇનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. અમદાવાદ મંડળના ડીઆરએમ દિપક કુમાર ઝાએ તમામ એવોર્ડ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં પણ આ પ્રકારનું સ્તર જાળવવા પ્રેરણા આપી હતી.

નોંધનીય છે કે આ વર્ષે અમદાવાદ મંડળને સિવિલ એન્જિનિયરિંગ, એનર્જી એફિશિયન્સી, સેફ્ટી એન્વાયરમેન્ટ અને હાઉસકીપિંગ ટ્રોફી જીતવાનો ગૌરવ મળ્યો છે. મંડળને ઓપરેટિંગ વિભાગની શિલ્ડ રાજકોટ મંડળની સાથે તથા સ્ક્રેપ મોબિલાઇસિંગ વડોદરા મંડળની સાથે સંયુક્ત રીતે મળી છે.

GM AWD 1

અધિકારીઓમાં સહાયક વાણિજ્ય પ્રબંધક અતુલ ત્રિપાઠી, કોચિંગ ડેપો અધિકારી દીપક ગુપ્તા, ડિવિઝન ઇલેક્ટ્રિકલ ઇજનેર મીઠા લાલ મીના, ડૉ.વિજયભાઇ આર. દેસાઇ, સ્ટેશન ડિરેક્ટર સી.આર.ગરૂડા, વરિષ્ઠ કાર્મિક અધિકારી સુનિલ બિશ્નોઇ, સિનિયર ડિવિઝનલ મટિરીયલ મેનેજર નાગેશ કુમાર ત્રિપાઠી, અને ડેપ્યુટી ચીફ ઇજનેર (નિર્માણ) અનંતકુમાર નો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: LIC Arogya rakshak: LICએ નવી હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસી કરી લોન્ચ, બીમાર પડવા પર મળશે આ લાભ- વાંચો વિગત

આ ઉપરાંત રેલ્વે કર્મચારીઓમાં લેખા વિભાગના હિતેશ પંડ્યા, વાણિજ્ય વિભાગના નીરજ મહેતા, ઇલેક્ટ્રિક વિભાગના એસ.એસ. રાઠોડ, રાજીવ લાઠીયા, એન્જિનિયરિંગ વિભાગના કૃષ્ણ નંદસિંહ, સુશ્રી પ્રાચી ગુપ્તા, હરિ ગોવિંદ, હજારી લાલ જાટવ, મિકેનિકલ વિભાગના અમિત અગ્રવાલ અને વિવેક એલ. કુલકર્ણી, ઓપરેટિંગના ઓઝિફ હવેલી વાલા, કમલ કુમાર સિંહ, વિજય કુમાર, સ્ટોર્સ વિભાગના જીતેન્દ્રકુમાર અને નિર્માણ વિભાગના સંતોષ જાયસવાલનું પણ જનરલ મેનેજર આલોક કંસલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

દેશ-દુનિયા ની ખબરો પોતાના મોબાઇલ માં વાંચવા માટે અહીં ક્લિક કરો