Ahmedabad Division

Ahmedabad Division: અમદાવાદ મંડળની આરપીએફ ટીમે બુટલેગરને ઝડપ્યો

Ahmedabad Division: યાત્રીઓના જીવન અને સામાનની સુરક્ષા માટે અમદાવાદ મંડળના રેલ્વે સુરક્ષા બળ (આરપીએફ) ના જવાન હંમેશા અગ્રણી રહે છે

અમદાવાદ, ૨૩ સપ્ટેમ્બરઃ Ahmedabad Division: યાત્રીઓના જીવન અને સામાનની સુરક્ષા માટે અમદાવાદ મંડળના રેલ્વે સુરક્ષા બળ (આરપીએફ) ના જવાન હંમેશા અગ્રણી રહે છે. આરપીએફ વિભિન્ન સ્ટેશનો પર ચોરો અને સન્ધિગોને પકડીને રેલ્વે કેમ્પસ સ્ટેશનો અને ટ્રેનોમાં ગુનાહોની રોકથામ માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે.

મંડળ રેલ પ્રવક્તાએ માહિતી આપતા જણાવ્યું કે 21 સપ્ટેમ્બર 2021 એ અમદાવાદ રેલ્વે સ્ટેશન પર મારી મિત્ર મહિલા કોન્સ્ટેબલ સુનીતા સિંઘલ અને સુનીતા દેવીને પ્લેટફોર્મ નંબર 3 પર શાંતિ એક્સપ્રેસના ડી-1 કોચના બાથરૂમમાં એક શંકાસ્પદ વ્યક્તિ નજરે પડ્યો.

આ પણ વાંચો…. PMJAY-MA: સિવિલ હોસ્પિટલ થી રાજ્યભરમાં “આપ કે દ્વાર આયુષ્યમાન” મેગા ડ્રાઇવનો શુભારંભ કરાવતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

જેની સૂચના એમણે ડ્યુટી પર રહેલા સબ ઇન્સ્પેક્ટર (આરપીએફ) ઋચા રેપ્સવાલ અને પિયુષ ચોધરી ને આપી. તેમણે સ્થળ પર પહુચીને શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરી, ત્યારે તેનું નામ કમલેશ પ્રેમ કુમારના પુત્ર નિવાસી મહેમદાવાદ હોવાનું જણાવવામાં આવ્યું. તેની પાસેથી તપાસ કરતા નજીકમાં રાખવામાં આવેલી પ્લાસ્ટિકની થેલીમાંથી 200 મિલીલીટરની 50 દારૂની થેલીઓ મળી આવી હતી.

તેની પૂછપરછ કરતા જણાવ્યું કે તે દારૂનો થેલો મહેમદાવાદ સિટી વિસ્તારમાં લઈ જઈને વેચવા જઈ રહ્યો છે આરોપી વ્યક્તિને આગળની કાર્યવાહી માટે સામાન સાથે સરકારી રેલ્વે પોલીસ (જીઆરપી) અમદાવાદને સોંપવામાં આવ્યો હતો.

Whatsapp Join Banner Guj