Vaccination of children: ભારતમાં આવતા મહિનાથી બાળકોનું પણ રસીકરણ શરૂ થવાની શક્યતા- વાંચો વિગત

Vaccination of children: કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે બાળકોની રસી અંગે હજુ સુધી કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી પરંતુ એક વાત તદ્દન સ્પષ્ટ છે કે ભારતંમાં બાલકો માટે કેડિલાની ઝાયકોવી-ડી સિવાય હાલ અન્ય કોઇ રસી ઉપલબ્ધ નથી.

નવી દિલ્હી, 24 સપ્ટેમ્બરઃ Vaccination of children: ભારતમાં પણ હવે બાલકોને રસી આપવાનું કામ જલ્દીથી શરુ થઇ શકે છે. હવે ભારતમાં એક દિવસમાં કરોડોની સંખ્યામાં રસીનું ઉત્પાદન શરુ થઇ ગયું છે, જેથી રસીની અછત અંગે ભૂતકાળમાં જે પ્રશ્નો સર્જાયા હતા તે હવે દૂર થતા જણાઇ રહ્યા છે. 

બાળકોની રસીના ઉત્પાદન ઉપર સૌની નજર રાખી રહેલાં સૂત્રોએ કહ્યું હતું કે ૧૨ વર્ષ કે તેથી વધુ ઉંમરના બાળકો અને કિશોરો આગામી મહિનેથી એટલે કે ઓક્ટોબરથી કોવિડ-૧૯ની રસી મેળવવાને પાત્ર બની જશે. તેમણે જણાવ્યું હતું કે કેડિલા હેલ્થકેરની ઝાયકોવી-ડી નામની રસી લોન્ચ થયા બાદ બાળકોને ટૂંક સમયમાં રસી આપવાના સંજોગો લઉજળા થતાં દેખાઇ રહ્યા છે.

આ પણ વાંચોઃ PMJAY-MA: સિવિલ હોસ્પિટલ થી રાજ્યભરમાં “આપ કે દ્વાર આયુષ્યમાન” મેગા ડ્રાઇવનો શુભારંભ કરાવતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

વિશ્વની સૌ પ્રથમ ડીએનએ આધારિત ઝાયકોવી-ડી નામની આ રસીને ગત મહિને જ ભારતીય નિયમનકારી એજન્સીે ઇમરજન્સીના સંજોગોમાં ઉપયોગ કરવાની મંજૂરી આપી ર્દીંધી હતી. સૂત્રોએ એમ પણ કહ્યું હતું કે બાલકો માટે રસી તૈયાર કરનાર આ કંપની એક મિહામાં રસીના એક કરોડ ડોઝનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. જો કે કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે બાળકોની રસી અંગે હજુ સુધી કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી પરંતુ એક વાત તદ્દન સ્પષ્ટ છે કે ભારતંમાં બાલકો માટે કેડિલાની ઝાયકોવી-ડી સિવાય હાલ અન્ય કોઇ રસી ઉપલબ્ધ નથી.

કેન્દ્ર સરકારે બાળકોની રસી અંગે હજુ સુધી ભલે કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી પરંતુ ભારત સરકારની જ જ ડ્રગ રેગ્યુલેટર એજન્સીએ ગત ૨૦ ઓગસ્ટના દિવનસે જ કેડિલાની આ રસીને ઇમરજન્સી યુઝ માટે લીલી ઝંડી આપી દઇને પરોક્ષ સંકેત આપી દીધો હતો કે ભારતમાં ખુબ ટૂંકા સમયમાં જ ૧૨ વર્ષ કે તેથી વધુ ઉંમરના બાળકો અને કિશોરોને કોવિડની રસીથી સુરક્ષિત કરી શકાશે. આ રસીની વિશેષ ખાસિયત એવી છે કે તે પ્લાઝમીડ ડીએનએ કોરોના વેક્સીન છે. ત્રણ ડોઝની આ વેક્સીનને લગાવવા માટે ઇંજેક્શનની કોઇ જરુર રહેશે નહીં. પ્રથમ ડોઝ લીધા બાદ ૨૮ દિવસે બીજો ડોઝ અને ત્યારબાદ ૫૬ દિવસ પછી ત્રીજો ડોઝ લેવાનો રહેશે.

Whatsapp Join Banner Guj