Festival Special Train: પશ્ચિમ રેલવે સાબરમતી-દાનાપુર અને અમદાવાદ-સમસ્તીપુર વચ્ચે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવશે

Festival Special Train: આ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોનો લાભ લગભગ 22500 મુસાફરોને મળશે

અમદાવાદ, 07 નવેમ્બરઃ Festival Special Train: પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા અને તહેવારોની સિઝનને ધ્યાનમાં લઇને સફરની માગણી પૂર્ણ કરવાના હેતુસર સાબરમતી-દાનાપુર અને અમદાવાદ-સમસ્તીપુર વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક ફેસ્ટિવલ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે:

  • ટ્રેન નંબર 09403/09404 સાબરમતી-દાનાપુર-સાબરમતી સ્પેશિયલ (કુલ 6ટ્રિપ)

ટ્રેન નંબર 09403 સાબરમતી-દાનાપુર સ્પેશિયલ ટ્રેન 12, 19 અને 26 નવેમ્બર (રવિવાર)ના રોજ સવારે 08.15 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સોમવારે 14.15 વાગ્યે દાનાપુર પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09404 દાનાપુર-સાબરમતી સ્પેશિયલ 13, 20 અને 27 નવેમ્બર (સોમવાર)ના રોજ સમસ્તીપુર થી સાંજે 18.00 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે મંગળવારે 23.30 વાગ્યે સાબરમતી પહોંચશે.

રસ્તામાં આ ટ્રેન બંને દિશાઓમાં મહેસાણા, પાલનપુર, આબુરોડ, અજમેર, જયપુર, બાંદીકુઇ, ભરતપુર. અછનેરા, આગ્રાફોર્ટ, ટુંડલા, ઇટાવા, કાનપુર સેન્ટ્રલ, પ્રયાગરાજ, પંડિત દીન દયાલ ઉપાધ્યાય, બક્સર તેમજ આરા સ્ટેશને રોકાશે. આ ટ્રેન માં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ કેટેગરીના કોચ હશે.

  • ટ્રેન નંબર 09413/09414 અમદાવાદ-સમસ્તીપુર-અમદાવાદસ્પેશિયલ (કુલ 8 ટ્રિપ)

ટ્રેન નંબર 09413 અમદાવાદ-સમસ્તીપુર સ્પેશિયલ 09, 16, 23 અને 30 નવેમ્બર (ગુરુવાર)ના રોજ અમદાવાદ થી બપોરના 15.30 વાગ્યે પ્રસ્થાન કરીશ નિવારે સવારે 04.00 વાગ્યે સમસ્તીપુર પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09414 સમસ્તીપુર-અમદાવાદ સ્પેશિયલ 11, 18, 25 નવેમ્બર અને 02 ડિસેમ્બર (શનિવાર)ના રોજ સમસ્તીપુર થી સવારે 08.15 વાગ્યે પ્રસ્થાન કરી બીજા દિવસે રવિવારે 22.45 વાગ્યે અમદાવાદ પહોંચશે. 

રસ્તામાં બંને દિશાઓમાં આ ટ્રેન વડોદરા, સુરત, નંદૂરબાર, ભુસાવળ, ખંડવા, ઇટારસી, જબલપુર, કટની, સતના, માણિકપુર, પ્રયાગરાજ છિવકી, પંડિત દીન દયાળ ઉપાધ્યાય જંક્શન, બક્સર, આરા, પટના અને બરૌની સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી ઇકોનોમિક, સ્લીપર અને જનરલ કેટેગરીના કોચ હશે.

ટ્રેન નંબર 09413નું બુકિંગ 08 નવેમ્બરથી અને ટ્રેન નંબર 09403નું બુકિંગ 09 નવેમ્બરથી પેસેન્જર આરક્ષણ કેન્દ્રો અને IRCTCની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના પરિચાલનનો સમય, રોકાણ અને સંરચના સંબંધિત વિગતવાર જાણકારી માટે અહીં આપેલ વેબસાઇટwww.enquiry.indianrail.gov.in પર ક્લિક કરો.

આ પણ વાંચો… Indo-German Bilateral Project: ‘RECAP4NDC’ માટે પસંદ કરાયા ભારતના ચાર રાજ્યો, ગુજરાત પણ સામેલ…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો