wr adi award

General manager award: રેલ સંરક્ષામાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ અમદાવાદ મંડળના 11 રેલવે કર્મચારીઓને જનરલ મેનેજર એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા

General manager award: રેલવેમાં સલામતી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને દરેક રેલવે કર્મચારી આ માટે સજાગ રહે છે.

અમદાવાદ , ૧૨ સપ્ટેમ્બર: General manager award: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર રેલવે સંરક્ષા પ્રત્યે જાગૃત રહેવા અને તકેદારી સાથે ઉત્તમ કામગીરી કરવા બદલ 11 રેલવે કર્મચારીઓને પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર આલોક કંસલ દ્વારા “મેન ઓફ ધ મન્થ” એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જનરલ મેનેજર કંસલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ડિવિઝનલ રેલવે મેનેજર તરુણ જૈન દ્વારા મેડલ અને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

મંડળ રેલ પ્રવક્તાના જણાવ્યા અનુસાર, રેલવેમાં સલામતી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને દરેક રેલવે કર્મચારી આ માટે સજાગ રહે છે. ફરજ દરમિયાન તેમની સતર્કતા રેલવે અકસ્માતોની સંભાવનાને દૂર કરે છે, જ્યારે આ કુશળતા અને સતર્કતા અન્ય રેલવે કર્મચારીઓ માટે અનુકરણીય ઉદાહરણ પણ બને છે. ફરજ પર હોય ત્યારે સજાક્તા, સતર્કતા અને જાગૃતિ સાથે કામ કરીને ટ્રેન અકસ્માતો ટાળી શકાય છે.

આ પણ વાંચો…Gujarat cm politics: ભાજપમાં નરેન્દ્ર મોદીને બાદ કરતા એક પણ સીએમ પોતાનો કાર્યકાળ પૂરો કરી શક્યા નથી- જુઓ એકવખત આ યાદી

અમદાવાદ મંડળ પર આવી જ રીતે (General manager award) ઉત્કૃષ્ટ કામગીરી બદલ 11 રેલવે કર્મચારીઓમાં અશોક યાદવ, મોહમ્મદ શંહશાહ ખાન અને પુનીત જૈન ગુડ્સ ટ્રેન ગાર્ડ, નરેન્દ્ર પાટીદાર આસિસ્ટન્ટ લોકો પાયલટ, રાકેશ ગુર્જર, અખિલેશ કુમાર અને રામુ મકવાણા પોઈન્ટ્સ મેઈન, સોમદીપ અને શેર બહાદુર ગેટમેન, જગદીશ કુમાર પ્લેટફોર્મ પોર્ટર તથા સમ્રાટ કરસન ટ્રેકમેનને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમણે સંભવિત ટ્રેન દુર્ઘટનાઓને રોકવા માટે સમર્પણ, નિષ્ઠા અને સખત મહેનત સાથે કામ કર્યું અને ઉચ્ચ અધિકારીઓને જાણ કરી જેથી શક્ય અકસ્માતો ટાળી શકાય.

Whatsapp Join Banner Guj