Gujarat cm politics

Gujarat cm politics: ભાજપમાં નરેન્દ્ર મોદીને બાદ કરતા એક પણ સીએમ પોતાનો કાર્યકાળ પૂરો કરી શક્યા નથી- જુઓ એકવખત આ યાદી

Gujarat cm politics: દેશના નક્શા પર ગુજરાત બન્યા બાદ 61 વર્ષના ઈતિહાસમાં માત્ર 2 મુખ્યમંત્રી એવા છે, જેમણે 5 વર્ષના કાર્યકાળ પૂરો કર્યો હોય. તેમાં એક કોંગ્રેસ અને એક બીજેપીના નેતા છે. ગુજરાતમાં લાંબો સમય મુખ્યમંત્રી રહેનાર નેતામાં નરેન્દ્ર મોદીએ રેકોર્ડ બનાવ્યો છે.

ગાંધીનગર, 12 સપ્ટેમ્બરઃ Gujarat cm politics: ગુજરાતમા દરેક મુખ્યમંત્રીને પોતાનો કાર્યકાળ પૂરો કરવો ચેલેન્જિંગ રહ્યો છે. પોતાનો બીજો કાર્યકાળ પૂરો કરવાના માત્ર એક વર્ષ પહેલા જ વિજય રૂપાણી (Vijay Rupani) ના રાજીનામાથી એ સાબિત થઈ ગયુ છે કે, ગુજરાતમાં મુખ્યમંત્રી પદ માત્ર પ્રયોગશાળા બનીને રહી ગઈ છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદી (Narendra Modi) ને બાદ કરતાં એક પણ મુખ્યમંત્રીએ ચૂંટણીથી માંડી ચૂંટણી સુધીનો પાંચ વર્ષનો સમયગાળો પૂરો કર્યો નથી. 

ગુજરાતની 14 મી વિધાનસભાનો કાર્યકાળ આગામી સપ્ટેમ્બરમાં પૂરો થવાનો હતો, તેને હજી 15 મહિનાનો સમય બાકી છે. પંરતુ કોરોના સંકટ વચ્ચે રાજ્યમાં વિજય રૂપાણી સરકારની વિરુદ્ધ બનેલ માહોલને જોતા ભાજપના શીર્ષ નેતૃત્વએ રાજ્યમાં પોતાના નેતા બદલવાનો નિર્ણય કર્યો હતો. રૂપાણી પોતાના કાર્યકાળનું ચોથુ વર્ષ પૂરુ થવાનામાં હજી 3 મહિના બાકી હતી, ત્યાં અચાનક તેમને રાજીનામુ આપવુ પડ્યું. 

આ પણ વાંચોઃ Gujarat entire cabinet resigns: ગુજરાતની આખી સરકાર નવી બનશે, DY.CM સહિત સમગ્ર મંત્રીમંડળે રાજીનામું આપી દીધું જે રાજ્યપાલે સ્વિકાર્યુ

1 મે, 1960 ના રોજ દેશના નક્શા પર ગુજરાત બન્યા બાદ 61 વર્ષના ઈતિહાસમાં માત્ર 2 મુખ્યમંત્રી એવા છે, જેમણે 5 વર્ષના કાર્યકાળ પૂરો કર્યો હોય. તેમાં એક કોંગ્રેસ અને એક બીજેપીના નેતા છે. ગુજરાતમાં લાંબો સમય મુખ્યમંત્રી રહેનાર નેતામાં નરેન્દ્ર મોદીએ રેકોર્ડ બનાવ્યો છે. તેઓ સતત 12 વર્ષ 227 દિવસ સુધી મુખ્યમંત્રીના પદ પર રહ્યા હતા. આ દરમિયાન તેમણે પોતાનો કાર્યકાળ પણ પૂરો કર્યો. કેશુભાઈના રાજીનામા આપ્યા બાદ 7 ઓક્ટોબર 2001 ના રોજ નરેન્દ્ર મોદી પહેલીવાર મુખ્યમંત્રી બન્યા હતા. તેના બાદ તેઓ સતત મુખ્યમંત્રી રહ્યા હતા. 2014 માં તેઓ કેન્દ્રમાં ગયા, જેથી મુખ્યમંત્રીનું પદ છોડ્યુ હતું. 

આ બાદ આનંદીબેન પટેલ મે 2014 માં મુખ્યમંત્રી બન્યા હતા, પરંતુ તેઓ માટે 2 વર્ષ 77 દિવસ સુધી જ પદ પર રહ્યા હતા અને રાજીનામુ આપવુ પડ્યુ હતું. તો હવે વિજય રૂપાણીને પણ પોતાના કાર્યકાળ પૂરો કરવા ન દીધો. રૂપાણીને પણ પોણા ચાર વર્ષમાં જ રાજીનામુ આપવુ પડ્યુ હતું. 

Whatsapp Join Banner Guj