passenger train

Jamnagar-Vadodara Intercity Express: અમદાવાદ સુધી જશે જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ, વાંચો…

Jamnagar-Vadodara Intercity Express: 28 જાન્યુઆરીએ જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદ સુધી જશે

રાજકોટ, 26 જાન્યુઆરીઃ Jamnagar-Vadodara Intercity Express: પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના વડોદરા-ગૈરતપુર સેક્શનમાં આવેલા બાજવા સ્ટેશનના લાઇન નંબર 1, 2, અને 3 ને કરાચી યાર્ડ સાથે સીધી કનેક્ટિવિટી આપવાના એન્જિનિયરિંગના કામ માટે બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે, જેની વિગતો નીચે મુજબ છે.

આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો:

  1. ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 28 જાન્યુઆરીના રોજ અમદાવાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. આ રીતે આ ટ્રેન અમદાવાદ-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  2. ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 28 જાન્યુઆરીના રોજ વડોદરાને બદલે અમદાવાદથી ઉપડશે. આ રીતે આ ટ્રેન વડોદરા-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

ટ્રેનના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

આ પણ વાંચો…. ADI Division Trains Affected: બ્લોકને લીધે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો થશે પ્રભાવિત, જુઓ લિસ્ટ…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો