ADI Division Trains Affected: બ્લોકને લીધે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો થશે પ્રભાવિત, જુઓ લિસ્ટ…

ADI Division Trains Affected: 28 જાન્યુઆરીના રોજ વડોદરા મંડળના બાજવા સ્ટેશન પર એન્જિનિયરીંગ કામ માટે બ્લોકને લીધે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે

વડોદરા, 26 જાન્યુઆરીઃ ADI Division Trains Affected: પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના વડોદરા-ગેરતપુર સેક્શનના બાજવા સ્ટેશનની લાઈન નં. 1, 2 અને 3 ને કરચિયા યાર્ડથી સીધી કેનેક્ટિવિટી આપવાના સંબંધમાં એન્જિનિયરીંગ કામ માટે પ્રસ્તાવિત બ્લોકને કારણે 28 જાન્યુઆરીના રોજ અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. જેની વિગતો નીચે મુજબ છે:-

28 જાન્યુઆરીના રોજ પૂર્ણરૂપે રદ્દ થનારી ટ્રેનો

  1. ટ્રેન નંબર 09311 વડોદરા-અમદાવાદ મેમૂ સ્પેશિયલ
  2. ટ્રેન નંબર 09400 અમદાવાદ-આણંદ મેમૂ સ્પેશિયલ
  3. ટ્રેન નંબર 09495 વડોદરા-અમદાવાદ પેસેન્જર સ્પેશિયલ
  4. ટ્રેન નંબર 09496 અમદાવાદ-વડોદરા પેસેન્જર સ્પેશિયલ
  5. ટ્રેન નંબર 09328 અમદાવાદ-વડોદરા મેમૂ સ્પેશિયલ
  6. ટ્રેન નંબર 09273 વડોદરા-અમદાવાદ મેમૂ સ્પેશિયલ
  7. ટ્રેન નંબર 19036 અમદાવાદ-વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ
  8. ટ્રેન નંબર 19035 વડોદરા-અમદાવાદ ઈન્ટરસિટી એક્સપ્રેસ
  9. ટ્રેન નંબર 09276 ગાંધીનગર-આણંદ મેમૂ સ્પેશિયલ
  10. ટ્રેન નંબર 09312 અમદાવાદ-વડોદરા મેમૂ સ્પેશિયલ
  11. ટ્રેન નંબર 09327 વડોદરા-અમદાવાદ મેમૂ સ્પેશિયલ
  12. ટ્રેન નંબર 09399 આંણદ-અમદાવાદ મેમૂ સ્પેશિયલ

27 જાન્યુઆરીના રોજ રદ્દ ટ્રેન

  • ટ્રેન નંબર 09275 આણંદ-ગાંધીનગર મેમૂ સ્પેશિયલ

27 અને 28 જાન્યુઆરી રોજ રદ્દ ટ્રેન

  1. ટ્રેન નંબર 09315 વડોદરા-અમદાવાદ મેમૂ સ્પેશિયલ
  2. ટ્રેન નંબર 09274 અમદાવાદ-આણંદ મેમૂ સ્પેશિયલ

29 જાન્યુઆરીના રોજ સંપૂર્ણપણે રદ્દ ટ્રેન

• ટ્રેન નંબર 09316 અમદાવાદ-વડોદરા મેમૂ

28 જાન્યુઆરીના રોજ આંશિક રદ્દ થનારી ટ્રેનો

  1. ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. આ ટ્રેન અમદાવાદ-વડોદરા વચ્ચે આંશિક રદ્દ રહેશે.
  2. ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઈન્ટરસિટી એક્સપ્રેસ વડોદરાને બદલે અમદાવાદથી શોર્ટ ઓરિજિનેટ (પ્રાંરભ) થશે. આ ટ્રેન વડોદરા-અમદાવાદ વચ્ચે આંશિક રદ્દ રહેશે.
  3. ટ્રેન નંબર 19033 વલસાડ-અમદાવાદ ગુજરાત ક્વીન એક્સપ્રેસ વડોદરા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. આ ટ્રેન વડોદરા અને અમદાવાદ વચ્ચે આંશિક રદ્દ રહેશે.
  4. ટ્રેન નંબર 19034 અમદાવાદ-વલસાડ ગુજરાત ક્વીન એક્સપ્રેસ વડોદરા સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ(પ્રાંરભ) થશે. આ ટ્રેન વડોદરા અને અમદાવાદ વચ્ચે આંશિક રદ્દ રહેશે.

ટ્રેનોના રોકાણના સમય અને સંરચનાના સંબંધમાં વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને
www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

આ પણ વાંચો…. Bihar Politics Crisis: ફરી એકવાર પક્ષપલટો કરશે નીતીશ કુમાર! બેઠકોનો રાઉન્ડ શરૂ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો