Mandal Rail Consumer Advisory Committee Meeting

Mandal Rail Consumer Advisory Committee Meeting: વડોદરા ડિવિઝનના મંડળ રેલ ઉપભોક્તા સલાહકાર સમિતિની ચોથી બેઠકનું આયોજન

Mandal Rail Consumer Advisory Committee Meeting: બેઠકની શરૂઆતમાં સમિતિના સચિવ અને અગ્રણી મંડળ વાણિજ્ય પ્રબંધક મંજુ મનાએ બેઠકમાં હાજર તમામ સભ્યોનું સ્વાગત કર્યું

વડોદરા, 29 ડિસેમ્બરઃ Mandal Rail Consumer Advisory Committee Meeting: પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ ખાતે વર્ષ 2022-23 માટે બનાવવામાં આવેલ મંડળ રેલ ઉપભોક્તા સલાહકાર સમિતિ (DRUCC)ની આ વર્ષની ચોથી બેઠકનું આયોજન મંડળની ઓફિસમાં કરવામાં આવ્યું. બેઠકની શરૂઆતમાં સમિતિના સચિવ અને અગ્રણી મંડળ વાણિજ્ય પ્રબંધક મંજુ મનાએ બેઠકમાં હાજર તમામ સભ્યોનું સ્વાગત કર્યું. આ બેઠકમાં હાજર સભ્યોએ પોતપોતાના ક્ષેત્ર સંબંધિત યાત્રીઓની સુવિધાઓ વધારવા, રેલવે સંબંધિત સમસ્યાઓનું વહેલી તકે ઉકેલ લાવવા અને તેમની યોગ્ય માગણીઓ પર હકારાત્મક રૂપે ચર્ચાવિચારણા કરી.

સમિતિના અધ્યક્ષ તેમ જ મંડળ રેલ પ્રબંધક જીતેન્દ્ર સિંહે વડોદરા મંડળમાં ચાલતી કામગીરીઓ અંગે જાણકારી આપી. એમણે સભ્યોને વચન આપ્યું કે યાત્રી સુવિધાઓના વિકાસમાં વડોદરા મંડળે સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. તે માટે યથાસંભ‌વ તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને આગામી ટૂંક સમયમાં આ સુવિધાઓ મંડળમાં જોવા મળશે. તેમની યોગ્ય માગણીઓનો પણ મંડળ વહેલી તકે ઉકેલ લાવશે.

મીટિંગ દરમિયાન સમિતિના સચિવ અને અગ્રણી મંડળ વાણિજ્ય પ્રબંધક મંજુ મીનાએ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વડોદરા મંડળની ઉપલબ્ધિઓ અંગે જાણકારી આપી. તેમણે જણાવ્યું કે વડોદરા મંડળના 15 રેલવ સ્ટેશનોનું અમૃત સ્ટેશન યોજના (ABSS) અંતર્ગત રી-ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. આ કાર્યો પૂરા થતાં અમે અમારા માનનીય યાત્રીઓને વધારે સુવિધાઓ આપી શકીશું.

મીટિંગ દરમિયાન સભ્યોએ પોતપોતાના ક્ષેત્રની યાત્રી સુવિધાઓ, ટ્રેનોના સંચાલન, નવી પરિયોજનાઓની પ્રગતિ તેમ જ વ્યવસ્થામાં સુધારો લાવવા અંગે અમૂલ્ય સૂચનો આપ્યા. સમિતિના અધ્યક્ષ સિંહે તમામ સભ્યોને સાંત્વના આપી કે તેમના યોગ્ય સૂચનો પર યથાસંભવ કામગીરી કરવામાં આવશે.

આ આયોજિત થયેલી બેઠકમાં અમિત શાહ, હબીબ વ્હોરા, ઓમકારનાથ તિવારી, વિઠ્ઠલદાસ પટેલ, અવિનાશકુમાર રાઠવા હાજર રહ્યા હતા. બેઠકના અંતે મંડળ વાણિજ્ય પ્રબંધક અભિષેક સિંહે બેઠકમાં હાજર રહેવા તથા અમૂલ્યો સૂચનો આપવા માટે સૌનો આભાર મા્નયો. આ પ્રસંગે મંડળના અગ્રણી અધિકારીઓ પણ હાજર રહ્યા.

આ પણ વાંચો…. 2023 Achievement By Ayush Ministry: આયુષ મંત્રાલયે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે 2023માં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો