National Cancer Awareness Day

National Cancer Awareness Day: રાજકોટ ડિવિઝનલ રેલવે હોસ્પિટલ દ્વારા “રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ” ની ઉજવણી

National Cancer Awareness Day: રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારજનોની જાણકારી માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

રાજકોટ, 08 નવેમ્બરઃ National Cancer Awareness Day: રાજકોટ ડિવિઝનલ રેલવે હોસ્પિટલ દ્વારા તાજેતરમાં ‘રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારજનોની જાણકારી માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

National Cancer Awareness Day 1

કાર્યક્રમમાં રેલવે હોસ્પિટલના મુખ્ય તબીબી અધિક્ષક ડો. રાજ કુમારે કેન્સરના રોગોની વધતી સંખ્યા, કેન્સરના પ્રારંભિક લક્ષણો અને તેના વિવિધ તબક્કાઓ, કેન્સરના વિવિધ પ્રકારના જોખમી પરિબળો, કેન્સરના કેટલાક સંભવિત કારણો અને જરૂરી મુદ્દાઓ પર ચર્ચા કરી હતી અને કેન્સર નિવારણ માટેના પ્રયાસો માહિતી ખૂબ જ સરળ અને અસરકારક રીતે આપવામાં આવી હતી.

ત્યારબાદ ઉપસ્થિતોએ પૂછેલા પ્રશ્નોના વિગતવાર જવાબ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે 100 થી વધુ લોકો હાજર રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન રેલવેના ડો.આર.વી.શર્મા, ડો.અરૂણ, ડો.શાલિની, ડો.પ્રણવ, ડો.બંસી, ડો.મીત, માણેક પરમાર અને અવની ઓઝાએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

આ પણ વાંચો… 12 GST Seva Kendra Launch: કેન્દ્રીય નાણામંત્રીના હસ્તે પાયલોટ પ્રોજેક્ટ તરીકે રાજ્યના ૧૨ જીએસટી સેવા કેન્દ્રનું ઈ-લોકાર્પણ કરાયું

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો