Railway traffic affected: મોરબી સ્ટેશન પર યાર્ડ રિમોડેલિંગ કામને કારણે રેલ ટ્રાફિકને અસર

Railway traffic affected: મોરબી સ્ટેશન પર યાર્ડ રિમોડેલિંગ અને ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગના કામને કારણે રેલ ટ્રાફિકને અસર

રાજકોટ, 16 ડિસેમ્બર: Railway traffic affected: રાજકોટ ડિવિઝનના મોરબી રેલવે સ્ટેશન પર 17 ડિસેમ્બર, 2023 થી 22 દિવસ માટે યાર્ડ રીમોડેલિંગ અને ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકીંગની કામગીરી હાથ ધરવામાં આવશે, જેના કારણે રેલ ટ્રાફિકને અસર થશે. અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

રદ કરાયેલી ટ્રેનો:

  • ટ્રેન નં 09585 વાંકાનેર-મોરબી ડેમુ અને ટ્રેન નંબર 09586 મોરબી-વાંકાનેર ડેમુ તારીખ 20, 21, 24, 25, 28 ડિસેમ્બર, 2023 અને 1, 2, 3, 4, 5, 6 જાન્યુઆરી, 2024 ના રોજ રદ રહેશે.
  • ટ્રેન નં. 09441, 09443, 09563, 09439, 09561 વાંકાનેર-મોરબી ડેમુ અને ટ્રેન નંબર 09562, 09442, 09564, 09444, 09440 મોરબી-વાંકાનેર ડેમુ તારીખ 3, 4, 5, 6 જાન્યુઆરી, 2024 ના રોજ રદ રહેશે.

માર્ગમાં મોડી થનાર ટ્રેનો:

  • ટ્રેન નં 15667 ગાંધીધામ-કામખ્યા એક્સપ્રેસ તારીખ 23, 30 ડિસેમ્બર, 2023 ના રોજ 45 મિનિટ અને 6 જાન્યુઆરી, 2024 ના રોજ માર્ગ માં 35 મિનિટ મોડી થશે.
  • ટ્રેન નં 15668 કામાખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ તારીખ 5 જાન્યુઆરી, 2024 ના રોજ માર્ગ માં 35 મિનિટ મોડી થશે.

રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનની કામગીરી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

Sakhi Mandal of Wadia gaam: વાડિયા ગામની સખીમંડળની બહેનો દ્વારા બનાવાયેલી અગરબત્તી મા અંબાના ચરણે અર્પણ કરાઈ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો