rjt

Rajkot DRM: રાજકોટ ડિવિઝનના 4 કર્મચારીઓને ડીઆરએમએ કર્યા સન્માનિત

Rajkot DRM: રેલવે સેફટી માં શ્રેષ્ઠ કામગીરી બદલ રાજકોટ ડિવિઝનના 4 કર્મચારીઓને ડીઆરએમએ કર્યા સન્માનિત

whatsapp banner

રાજકોટ, 10 એપ્રિલ: Rajkot DRM: રેલવે સેફટીમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજકોટ ડીવીઝનના 4 કર્મચારીઓનું આજે રાજકોટ ડીવીઝન ના ડીવીઝનલ રેલવે મેનેજર શ્રી અશ્વનીકુમાર દ્વારા ડીઆરએમ ઓફિસ રાજકોટના કોન્ફરન્સ રૂમમાં સન્માનપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:- Banas Dairy: બનાસ ડેરી, સણાદર ખાતે રાજ્યપાલની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો

આ એવોર્ડ રાજકોટ ડિવિઝનના ટ્રાફિક અને ટ્રેક્શન સંચાલન વિભાગના કર્મચારીઓને ફેબ્રુઆરી-2024 મહિનામાં રેલવે સેફટીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ આપવામાં આવ્યો છે. એવોર્ડ મેળવનાર કર્મચારીઓ..

  • પપ્પારામ (લોકો પાયલટ ગુડ્સ-સુરેન્દ્રનગર)
  • મનમોહન સિંઘ (ટ્રેન મેનેજર-સુરેન્દ્રનગર),
  • રિંકુ કુમાર મીના (પોઈન્ટ્સ મેન-પીપલી)
  • નથુ રામ (લોકો પાઈલટ ગુડ્સ-સુરેન્દ્રનગર) નો સમાવેશ થાય છે.

ઉપરોક્ત રેલવે કર્મચારીઓ દ્વારા ટ્રેનોમાં હોટ એક્સલની નોટિસ કરવું, લટકતા ભાગો અને OHE (ઓવર હેડ ઇક્વિપમેન્ટ)માં ત્રિપાલ લટકવાની સૂચના વગેરે સમયસર આપી હતી. આ રેલવે કર્મચારીઓની સતર્કતા અને તકેદારીએ સંભવિત રેલવે અકસ્માતોને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

આ પ્રસંગે રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ સેફ્ટી ઓફિસર એન.આર.મીના, સિનિયર ડિવિઝનલ ઑપરેશન મેનેજર આર સી મીણા અને સિનિયર ડિવિઝનલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર (સંચાલન) મીઠાલાલ મીણા ઉપસ્થિત રહ્યા હતા.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો