Rajkot to Samastipur: રાજકોટ થી સમસ્તીપુર વચ્ચે ચલાવવામાં આવી રહેલ સાપ્તાહિક વિશેષ ટ્રેન સેવાઓ વિસ્તારિત

Rajkot to Samastipur: ટ્રેન નંબર 09521 નું યાત્રી આરક્ષણ તમામ કમ્પ્યુટરાઇઝ્ડ યાત્રી આરક્ષણ કેન્દ્ર અને આઈઆરસીટીસી વેબસાઇટ પર થી 30 મે 2021 ના રોજ શરૂ થશે.

અમદાવાદ , ૨૯ મે: Rajkot to Samastipur: રાજકોટ થી સમસ્તીપુર (વિશેષ ભાડા સાથે) માટેની સાપ્તાહિક વિશેષ ટ્રેન સેવાઓને વિસ્તારિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે: –

Whatsapp Join Banner Guj

ટ્રેન નંબર 09521/09522 રાજકોટ – સમસ્તીપુર સ્પેશિયલ (Rajkot to Samastipur)(વિશેષ ભાડા સાથે) બે ટ્રીપ

ટ્રેન નંબર 09521 રાજકોટ – સમસ્તીપુર સ્પેશિયલ (Rajkot to Samastipur) રાજકોટ થી એક ટ્રીપ બુધવાર 02 જૂન2021 અને ટ્રેન નંબર 09522 સમસ્તીપુર – રાજકોટ સ્પેશિયલ સમસ્તીપુર થી એક ટ્રીપ શનિવાર 05 જૂન 2021 ના રોજ વિસ્તારિત કરવામાં આવી છે. 

મુસાફરો ટ્રેન ની સંરચના, આવર્તન, ઑપરેટિંગ દિવસો અને ટ્રેનોના સ્ટોપેજ તથા ટ્રેનોના આગમન અને પ્રસ્થાન ની વિસ્તૃત માહિતી માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. નોંધનીય છે કે કન્ફર્મ ટિકિટ વાળા મુસાફરોને જ આ વિશેષ ટ્રેનોમાં મુસાફરી કરવાની છૂટ રહેશે. પશ્ચિમ રેલ્વેએ મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન કોવિડ -19 થી સંબંધિત તમામ ધોરણો અને એસ.ઓ.પી.નું પાલન કરવા વિનંતી કરી છે.

આ પણ વાંચો…ગાંધીનગરમાં ૯૦૦ બેડની કોવિડ હોસ્પિટલ(covid hospital) કોરોના સંક્રમિતોની સારવાર માટે માત્ર ૨૪ કલાકમાં જ શરૂ થઇ જાય તેવી સંપૂર્ણ સજ્જ હોસ્પિટલ : CM રુપાણી

ટ્રેન નંબર 09521 નું યાત્રી આરક્ષણ તમામ કમ્પ્યુટરાઇઝ્ડ યાત્રી આરક્ષણ કેન્દ્ર અને આઈઆરસીટીસી વેબસાઇટ પર થી 30 મે 2021 ના રોજ શરૂ થશે.