Swachhta Pakhwada adi 2

Swachhta Pakhwada: ભારતીય રેલ્વે દ્વારા 16 સપ્ટેમ્બર થી 02 ઓક્ટોબર 2021 સુધી ”સ્વછતા પખવાડિયું ”મનાવવામાં આવી રહ્યું છે.

અમદાવાદ , ૧૬ સપ્ટેમ્બર: Swachhta Pakhwada: અમદાવાદ મંડળ પર ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી તરુણ જૈન દ્વારા અધિકારીઓ તથા કર્મચારીઓને સ્વછતા પ્રત્યે જાગૃત રહેવા અને દર વર્ષે 100 કલાક શ્રમ દાન કરીને સ્વછતા પ્રત્યે સંકલ્પ લેવડાવ્યો.. આ પખવાડિયાનાપહેલા  દિવસે સ્ટેશનો, કાર્યાલયો, કોચીંગ ડેપો તથા હોસ્પિટલોમાં અધિકારીઓ અને કર્મચારીઓએ સ્વછતા ના શપથ  લીધા.

આ પણ વાંચો…Gujarat cabinet ministers oath ceremony: ગુજરાતમાં નવી કેબિનેટે ગ્રહણ કર્યા શપથ, બનાવવામાં આવ્યા 24 નવા મંત્રી

શપથ ગ્રહણની સાથે જ ” સ્વછતા પખવાડિયાની (Swachhta Pakhwada) “શરૂઆત થઇ ચુકી છે,હવે દરરોજ અલગ-અલગ થીમ પર વિશેષ સાફ-સફાઈના  માધ્યમ દ્વારા સ્વછતા પખવાડિયું મનાવવામાં આવશે. સ્ટેશનો પર ઘોષણા પ્રણાલી દ્વારા સતત સ્વછતાથી સંબંધિત ઘોષણા કરવામાં આવી રહી છે,જેનાથી યાત્રીઓને સ્વછતા પ્રત્યે જાગૃત કરી શકાય.

 મંડળ રેલ પ્રવક્તા અમદાવાદના અનુસાર આ પખવાડિયા ના દરમિયાન રેલ્વે સ્ટેશનો તથા ટ્રેનોમાં સાર્વજનિક ઉપયોગની સ્વછતા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. સાથે જ સિંગલ યૂઝ પ્લાસ્ટિકના ઉપયોગને સમાપ્ત કરવા તથા કાર્યાલયોમાં પ્લાસ્ટિક ના ઉપયોગને બંધ કરવા માટે દરેક ને જાગૃત કરવામાં આવશે . વર્તમાનમાં કારોના મહામારી દરમ્યાન કોવિડ-19 ના પ્રોટોકોલ તથા ભારત સરકાર દ્વારા જણાવેલ ગાઇડલાઇન્સ ના નિયમોનું સંપૂર્ણ રીતે પાલન કરવામાં આવી રહ્યું છે

Whatsapp Join Banner Guj