passenger train 4

Train Time Table Changed: ઈન્ફ્રાસ્ટ્રક્ચર કાર્યોના લીધે આ બે ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે

Train Time Table Changed: ઓખા-ગુુવાહાટી એક્સપ્રેસ અને ગાંધીધામ-કામખ્યા એક્સપ્રેસ બદલાયેલા રુટ પર દોડશે

રાજકોટ, 16 જાન્યુઆરીઃ Train Time Table Changed: ઉત્તર રેલવેના લખનૌ ડિવિઝનમાં સ્થિત લખનૌ-બારાબંકી-અયોધ્યા કેન્ટ-શાહગંજ-જાફરાબાદ સેક્શનમાં ચાલી રહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર (માળખાકીય) કાર્યોના લીધે, રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી બે ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. જેની વિગતો નીચે મુજબ છે.

આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડનારી ટ્રેનો:

  • ટ્રેન નંબર 15635 ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ 19 જાન્યુઆરીના રોજ આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા લખનૌ-મા બેલહા દેવી ધામ પ્રતાપગઢ-વારાણસી થઈને જશે. જે સ્ટેશનો પર આ ટ્રેન નહીં જાય તેમાં અયોધ્યા કેન્ટ અને અકબરપુરનો સમાવેશ થાય છે.
  • ટ્રેન નંબર 15667 ગાંધીધામ-કામખ્યા એક્સપ્રેસ 20 જાન્યુઆરીના રોજ આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા લખનૌ-મા બેલહા દેવી ધામ પ્રતાપગઢ-વારાણસી થઈને જશે. જે સ્ટેશન પર આ ટ્રેન નહીં જાય તેમાં અયોધ્યા કેન્ટ નો સમાવેશ થાય છે.

રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેન ના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

આ પણ વાંચો… Workshop On Facilities For Disabled Voters: મુખ્ય નિર્વાચન અધિકારીના અધ્યક્ષસ્થાને દિવ્યાંગ મતદારોને મળતી સુવિધાઓ બાબતે વર્કશૉપ યોજાયો

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો