passenger train ac coach

Train Time Table Changed: સ્ટેશનો વચ્ચે ડબલિંગના કાર્યને કારણે આ ટ્રેનો બદલાયેલા રુટ પર દોડશે, જુઓ લિસ્ટ…

Train Time Table Changed: મહેસાણા-પાલનપુર સ્ટેશનો વચ્ચે ડબલિંગના કાર્યને કારણે કેટલીક ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે

અમદાવાદ, 19 ફેબ્રુઆરીઃ Train Time Table Changed: પશ્ચિમ રેલવેના અમદાવાદ-પાલનપુર સેક્શનના મહેસાણા-પાલનપુર સ્ટેશનો વચ્ચે ડબલિંગના કાર્ય માટે લેવામાં આવેલા બ્લોકને કારણે કેટલીક ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. જેની વિગતો નીચે મુજબ છેઃ

આ પણ વાંચો… JioMotive Device: હવે કાર ચોરાય તો શોધવી થશે સરળ, પળે પળની લોકેશન મોકલશે આ ડિવાઈસ- જાણો કિંમત

  • 19 ફેબ્રુઆરીના રોજ યોગ નગરી ઋષિકેશથી ઉપડતી ટ્રેન સંખ્યા 19032 યોગ નગરી ઋષિકેશ-અમદાવાદ એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ વાયા પાલનપુર-ઊંઝા-મહેસાણા ને સ્થાને પરિવર્તિત માર્ગ વાયા પાલનપુર-ભીલડી-પાટણ-મહેસાણા થઈને જશે. આ ટ્રેન સિદ્ધપુર અને ઉઝા સ્ટેશને જશે નહીં.
  • 19 ફેબ્રુઆરીના રોજ દોલતપુર ચોકથી ઉપડતી ટ્રેન સંખ્યા 19412 દોલતપુર ચોક-સાબરમતી એકસપ્રેસ તેના નિર્ધારિત રૂટ વાયા પાલનપુર-ઊંઝા-મહેસાણા ને સ્થાને પરિવર્તિત માર્ગ વાયા પાલનપુર-ભીલડી-પાટણ-મહેસાણા થઈને જશે. આ ટ્રેન સિદ્ધપુર અને ઉઝા સ્ટેશને જશે નહીં.
  • 20 ફેબ્રુઆરીના રોજ સાબરમતીથી ઉપડતી ટ્રેન સંખ્યા 19411 સાબરમતી-દોલતપુર ચોક એક્સપ્રેસને તેના નિર્ધારિત રૂટ વાયા પાલનપુર-ઊંઝા-મહેસાણા ને સ્થાને પરિવર્તિત માર્ગ વાયા પાલનપુર-ભીલડી-પાટણ-મહેસાણા થઈને જશે. આ ટ્રેન સિદ્ધપુર અને ઉઝા સ્ટેશને જશે નહીં.
  • 20 ફેબ્રુઆરીના રોજ અમદાવાદથી ઉપડતી ટ્રેન સંખ્યા 19223 અમદાવાદ-જમ્મુ તાવી એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ વાયા પાલનપુર-ઊંઝા-મહેસાણા ને સ્થાને પરિવર્તિત માર્ગ વાયા પાલનપુર-ભીલડી-પાટણ-મહેસાણા થઈને જશે. આ ટ્રેન સિદ્ધપુર અને ઉઝા સ્ટેશને જશે નહીં.
  • 20 ફેબ્રુઆરીના રોજ અમદાવાદથી ઉપડતી ટ્રેન સંખ્યા 19031 અમદાવાદ-યોગ નગરી ઋષિકેશ એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ વાયા પાલનપુર-ઊંઝા-મહેસાણા ને સ્થાને પરિવર્તિત માર્ગ વાયા પાલનપુર-ભીલડી-પાટણ-મહેસાણા થઈને જશે. આ ટ્રેન સિદ્ધપુર અને ઉઝા સ્ટેશને જશે નહીં.

ટ્રેનોના સંચાલન, સમય, સ્ટોપેજ અને માળખું સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો