malia miyana wr staff

Vadharv station employees: અમદાવાદ મંડળના વધર્વ સ્ટેશન પર કાર્યરત કર્મચારીઓ દ્વારા કરવામાં આવી પ્રશંસનીય કામગીરી

Vadharv station employees: આલા હઝરત સ્પેશિયલ ટ્રેનથી મુસાફરી કરી રહેલ મુસાફરનો રેલવે ટ્રેક પર પડી ગયેલો મોબાઈલ ફોન શોધીને મુસાફરને સુપુર્દ કરીને નોંધપાત્ર કામગીરી કરી હતી.

 અમદાવાદ , ૨૧ ઓગસ્ટ: Vadharv station employees: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના માલીયા મિયાણા – મોરબી ખંડના વધર્વ સ્ટેશન પર કાર્યરત રેલવે સ્ટાફે ખૂબ જ ઓછા સમયમાં આલા હઝરત સ્પેશિયલ ટ્રેનથી મુસાફરી કરી રહેલ મુસાફરનો રેલવે ટ્રેક પર પડી ગયેલો મોબાઈલ ફોન શોધીને મુસાફરને સુપુર્દ કરીને નોંધપાત્ર કામગીરી કરી હતી.

મંડળ રેલવે પ્રવક્તાએ માહિતી આપતા કહ્યું કે, તારીખ 20 ઓગસ્ટ 2021 ની સાંજે શ્રી પંકજ કુમાર મીના ટ્રેન નંબર 04312 આલા હઝરત સ્પેશિયલ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા મુસાફરી દરમિયાન જ્યારે ટ્રેન વધર્વ સ્ટેશનથી પસાર થઈ રહી હતી ત્યારે તેમનો મોબાઈલ ફોન રેલવે ટ્રેક પર પડી ગયો હતો.

Interesting story: આ ગામના લોકો ક્યારેય કપડાં પહેરતા નથી, એનું કારણ ખૂબ જ રસપ્રદ છે

મુસાફર દ્વારા ટિકિટ નિરીક્ષક હરિરામ મીણાને જાણ કરવા પર તેમણે તરત જ સ્ટેશન માસ્ટર રાજેશ કુમારને ફોન પર જાણકારી આપી હતી. ત્યારબાદ (Vadharv station employees) તેમણે સહાયક પરિચાલન પ્રબંધકની નિર્દેશાનુસાર એક સર્ચ ટીમ બનાવી જેમાં રાજેશ કુમાર સ્ટેશન માસ્ટર, સી.એસ. ત્રિપાઠી સ્ટેશન માસ્ટર, સુરેશ જી પ્લેટફોર્મ પોર્ટર અને અજીત કુમાર કોન્સ્ટેબલ (આરપીએફ)ને નોમિનેટ કરવામાં આવ્યા.

ટીમ દ્વારા (Vadharv station employees) આશરે 20 મિનિટના પ્રયત્નો સાથે લગભગ 21:00 કલાકે વધર્વ સ્ટેશનની પાસે KM 695 માલિયા મિયાણા તરફ મોબાઈલ વર્કિંગ કન્ડીશનમાં પ્રાપ્ત થયો. ત્યારબાદ સંબંધિત મુસાફરનો સંપર્ક કર્યા પછી તરત જ મોબાઇલ સોંપવામાં આવ્યો હતો.

સમગ્ર સર્ચ ટીમની તેમની સર્વોત્તમ કામગીરી માટે ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

Whatsapp Join Banner Guj